Jio પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ
રિલાયન્સ જિઓએ વિતેલા મહિને જ 10 કરોડ ગ્રાહકોની સંખ્યા પાર કરી હતી, જેની જાણકારી કંપનીએ એક ઈવેન્ટ દરમિયાન આપી હતી. સાથે જ જિઓ પ્રાઈમ મેમ્બરશિપવાળા પ્લાનની પણ જાહેરાત આ જ ઇવેન્ટમાં કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલિએનાલિસિસના અહેવાલમાં રિલાયન્સ જિઓના એક સૂત્રને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે, કંપનીના પ્રાઈમ મેમ્બરશિપ માટે રજિસ્ટ્રેશનનો ગાળો 30 એપ્રિલ સુધી આગળ વધારવામાં આવી શકે છે. સૂત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલમાં આ વિશે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. જિઓ અનુસાર તેને પ્રાઈમ મેમ્બરશિપ માટે 50 ટકા જ રજિસ્ટ્રેશન મળ્યા છે. જોકે અત્યાર સુધી કેટલા લોકોએ જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધી છે તેની જાણકારી મળી નથી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જિઓને અંદાજ હતો કે તેને 31 માર્ચ સુધી અંદાજે 2.2થી 2.7 કરોડની સંખ્યામાં જિઓ પ્રાઈમ મેમ્બર્સ મળશે પરંતુ એવું ન થવાને કારણે કંપની આ સમયગાળાને આગળ વધારવા વિશે વિચારી શકે છે.
ટેલિકોમ ઉદ્યોગ પર નજર રાખતા ટેલિએનાલિસિસના એક અહેવાલ અનુસાર, રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા એક બાજુ 10 કરોડથી વધારે છે તો તેના પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, મુકેશ અંબાણી તેની તારીખ આગળ વધારી શકે છે. જિઓની ફ્રી સેવા 31 માર્ચના રોજ પૂરી થઈ રહી છે. તેને એક વર્ષ સુધી આગળ ચાલુ રાખવા માટે કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપ લોન્ચ કરી હતી જેની સબ્સક્રિપ્શન ફી 99 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -