ISD war begin: Jioથી તમે હવે 3 રૂપિયા પ્રતિ મિનિટમાં ઇન્ટરનેશનલ કોલ કરી શકશો

એક્સપર્ટ્સનું માનવું છે કે, રિલાયન્સ જિઓના આ નિર્ણય બાદ અન્ય ટેલીકોમ કંપની ભારતી એરટેલ, આઈડિયા અને વોડાફોન પર પણ રેટ ઘટાડાવનું દબાણ વધશે. જોકે, હાલમાં જ એરટેલે કહ્યું હતું કે, તેના ઇન્ટરનેશનલ રોમિંગ સૌથી સારી કિંમત પર મળી રહ્યા છે. સાથે જ, વોડાફોને પણ ઇન્ટરનેશનલ રોમિંગમાં ફ્રી ડેટાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ બધુ જ ફ્રી કર્યા બાદ હવે ઇન્ટરનેશનલ કોલિંગ એટલે કે ISDને લઈને વોર ચાલું કર્યું છે. જિઓની નવી રેટ કટર ઓફર અંતર્ગત ગ્રાહકોએ અમેરિકા અને યૂકે (યુનાઈટેડ કિંગડમ)માં કોલિંગ માટે માત્ર 3 રૂપિયા પ્રતિ મિનિટ પ્રમાણે ચાર્જ ચૂકવવાનો રહેશે.
જિઓની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર ગ્રાહકોને રેટ કટર પ્લાન અંતર્ગત આ ISD ઓફર મળશે. તેના માટે 501 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. સાથે જ કંપનીની વેબસાઈટ પર દેશના કોલની સાથે સાથે પ્રતિ મિનિટ ચાર્જીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.