રિલાયન્સ Jioએ અંબાણીને કર્યા માલામાલ, અધધ ખોટ પછી પહેલીવાર કર્યો નફો
ત્રિમાસીક પરિણામો અંગે રિલાયન્સના એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘જાન્યુઆરી 1978માં રિલાયન્સની લિસ્ટિંગના 40 વર્ષ પૂરા થયા પછી હું શાનદાર પરિણામો જાહેર કરતાં ખુશ છું. આ ત્રિમાસિક પરિણામોમાં અમે નફાનો રેકોર્ડ સર્જ્યો છે. આ પરિણામોથી જાણ થાય છે કે પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં અમારા પરિણામો સારા આવ્યાં છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓેને પણ 2017-18ના ત્રીજા ત્રિમાસિકમાં લાભ થયો છે. જિઓને 504 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિઓને 271 કરોડ રૂપિયાનો નેટ લોસ થયો હતો.
કંપનીને પોતાના બિઝનેસથી મળતી રેવન્યૂમાં ગત વર્ષની સરખામણીમાં 21.74 ટકાનો વધારો થયો છે. તેણે 1,02,500 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગત વર્ષે આ જ ગાળામાં રિલાયન્સે 84,189 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
નવી દિલ્હીઃ પોતાની શરૂઆતના સવા વર્ષ બાદ જિઓએ પ્રથમ વખત માલિક મુકેશ અંબાણી માટે નફો રળી આપ્યો છે. આ પહેલા જિઓ ખોટ કરતી હતી. ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિઓ નફામાં આવી ગઈ છે. શુક્રવારે ઓઈલથી લઈને ટેલીકોમ સેક્ટર સુધી ફેલાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના નાણાંકીય પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2017-18ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 25 ટકા વધીને 9423 કરોડ રૂપિયા રહ્યો છે. વિતેલા વર્ષે સમાન ગાળામાં નફો 7533 કરોડ રૂપિયા રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -