Jioનો Airtel પર મોટો આરોપ, કહ્યું 293 અને 449 રૂપિયાવાળા પ્લાનમાં કંપની ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ (Reliance Jio) અને ભારતી એરટેલ (Bharti Airtel)ની વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે. રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે ભારતી એરટેલ ગેરમાર્ગે કરનારી ઓફર રજૂ કરીને દર નિર્ધારણ સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને એક જેવા પ્લાન લેનાર પોતાના જ ગ્રાહકોની વચ્ચે મનમાની રીતે ભેદભાવ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓએ આરોપ લગાવ્યો છે કે, એરટેલની આ ઓફરોની જાહેરાત ભાવી ગ્રાહકોના મનમાં એવો વશ્વાસ વ્યક્ત કરીને આકર્ષિત કરવાનો પ્રયત્ન છે કે તેને 70 દિવસ સુધી દરરોજ 1 જીબી ડેટા મળસે. જિઓએ કહ્યું, પરંતુ જે ગ્રાહકો એરટેલના ડબલ માપદંડોને પૂરા ન કરે તેને માત્ર 50 એમી ડેટા જ મળસે અને ત્યાર બાદ તેને 4000 રૂપિયા પ્રતિ જીબીના દરે ચાર્જ વસૂલવામાં આવશે.
જિઓએ કહ્યું કે, એક બાજુ એરટેલ 4જી હેન્ડસેટ અને 4જી સિમકાર્ડવાળા નવા ગ્રાહકોને જ 70 દિવસ માટે દરરોજ એક જીબી ડેટાનો લાભ આપી રહી છે, બીજી બાજુ તે અન્ય ગ્રાહકોને 35 દિવસ માટે માત્ર 50 એમબી ડેટા આપી રહી છે. આ રીતે તે પોતાના ગ્રાહકોની વચ્ચે જ ભેદભાવ કરી રહી છે. તેમનું કહેવું છે કે, એવામાં ટ્રાઈએ એરટેલ પર ટેલીકોમ દર આદેશ, 1999ના ઉલ્લંઘન કરવા પર દંડ લગાવવો જોઈએ.
મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિઓએ ટેલીકોમ નિયામક ટ્રાઈએ સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલ પર મોટો દંડ લગાવવાની માગ કરી છે. રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે, એરટેલના 293 અને 449 રૂપિયાના પ્લાન ગેરમાર્ગે દોરીને લોકોને આપવામાં આવી રહ્યા છે.
ભારતી એરટેલના પ્રવક્તાએ આ આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, નેટવર્ક ત્રુટિ સહિત પોતાની સમસ્યાઓ માટે અન્યને જવાબદાર ઠેરવવાની રિલાયન્સ જિઓના ષડયંત્રનો ભાગ છે. આનાથી મોટી સમસ્યા શું હોઈ શકે કે રિલાયન્સ જિઓ પહેલા ઘણાં મહીના સુધી ફ્રી સેવાઓ આપે છે અને તે અન્ય સંચાલકો પર આંગળી ઉઠાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -