જિઓ યૂઝર્સ 31 માર્ચ બાદ પણ ફ્રીમાં લઈ શકશે આ સર્વિસનો લાભ, જાણો કેવી રીતે
તેને એક્ટિવેટ કરવા માટે તમારે Jio4GVoice એપર ડાઉનલોડ કરવી પડશે. મેસેજ ઓપ્શનમાં જઈને JT લખીને જિઓ સિમ પરથી 56789 પર મેસેજ મોકલવાનો રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની હેપ્પી ન્યૂ યર ઓફર 31 માર્ચના રોજ ખત્મ થઈ રહી છે. તે પહેલા તમારે 99 રૂપિયાવાળી જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લેવાની રહેશે, નહીં તો સર્વિસ બંધ થઈ જશે. એટલું જ નહીં 1 એપ્રિલથી તમારે ટોપ અપ માટે રૂપિયા આપવા પડશે. અમે તમને જિઓની એવી સર્વિસ વિશે જણાવી રહ્યા છીએ જેનો લાભ તમે 31 માર્ચ બાદ પણ ફ્રીમાં લઈ શકશો.
જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધા બાદ તમારે ટેરિફ પ્રમામે ડેટા માટે રૂપિયા ખર્ચ કરવા પડશે. જોકે ત્યાર બાદ વોઇસ કોલિંગ, એસએમએસ અને રોમિંગ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. પરંતુ જિઓની એક એવી સર્વિસ પણ છે જે કોઈપણ પ્લાન વગર પણ એક્ટિવ રહશે અને તે છે કોલર ટ્યૂન. કોલર ટ્યૂન જિઓની એવી સર્વિસ છે જે 1 એપ્રિલ બાદ પણ ફ્રી રહેશે.
ટેલીકોમ કંપનીઓ કોલર ટ્યૂનને લઈને સર્વિસ અને સોંગ બન્ને માટે અલગ અલગ ચાર્જ લે છે. એવામાં જો કોલર ટ્યૂન લગાવવી પસંદ હોય અને તમારી પાસે જિઓનું સિમ છે તો કોલર ટ્યૂન ફ્રીમાં એક્ટિવેટ કરી શકો છો. આ સર્વિસ સપ્ટેમ્બર મહિનાથી જ ફ્રી છે અને એપ્રિલ બાદ પણ તેના માટે કોઈ ચાર્જ આપવો નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -