Jio યૂઝર્સ માટે ખુશખબર, કંપની ઝંપલાવશે 5G નેટવર્કમાં, જાણો શું છે યોજના
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓનું કહેવું છે કે કંપનીનો ટાર્ગેટ વર્ષ 2019ના અંત સુધીમાં દેશની 99 ટકા જનસંખ્યા સુધી પહોંચવાનો છે. જિઓની મૂળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે, કંપની વર્ષ 2018-19 દરમિયાન 99 ટકા જનસંખ્યા સુધી પહોંચવાનો ટાર્ગેટ ધરાવે છે અને તેના પર આગળ વધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીના એક અહેવાલ અનુસાર 31 માર્ચ 2018 સુધીમાં જિઓના કુલ 18.66 કરોડ યૂઝર્સ છે. જે વર્ષ 2016-17 કરતાં 8.3 કરોડ વધારે છે. જ્યારે કંપનીએ આ અહેવાલમાં એ પણ જણાવ્યું ખે, કંપની દર મહિને સરેરાશ પ્રતિ યૂઝર્સ 137 રૂપિયાની આવક મેળવી રહી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીએ 4જી એલટીઈ ટેકનીકની સાથે ભારતની આગળની જનરેશ માટે સૌથી મોટા આઈપી ડેટા નેટવર્કનું નિર્માણ કર્યું છે. જે 5જી ટેકનીક અને તેનાથી આગળની જનરેશ માટે તૈયાર છે.
કંપની પાસે હાલમાં કુલ ત્રણ સ્પેક્ટ્રમ બ્રાન્ડ્સ અંતર્ગત 1,108 MHz છે. કંપની હાલમાં 22 સર્કલમાં 800 MHz, 1800 MHz અને 2300 MHz band ધરાવે છે.
જિઓના સેરરાશ યૂઝર્સ 9.7 જીબી 4જી ડેટા, 716 મિનિટ વોઈસ કોલ અને 13.8 કલાકના વિડોય પ્રતિ મહિને જુઓ છે. કંપનીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 17.9 Mbps છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -