રિલાયન્સ જિઓ 30 શહેરમાં શરૂ કરશે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ-ટીવીની સર્વિસ, દિલ્હી અને મુંબઈમાં ચાલી રહ્યું છે પરીક્ષણ
રિલાયન્સ તેની સાથે સ્પેશિયલ રાઉટર આપશે, જેનાથી મલ્ટિપલ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે, અને તે 4500ની રિફન્ડેબલ ડિપોઝિટ સાથે ઉપલબ્ધ હશે. આ રાઉટરમાં મલ્ટિ-સર્વિસ ઓપરેટર લાઈસન્સ પણ સામેલ હશે. તેમાં ટીવી સર્વિસ પણ આવી જશે. હાલ તેની ટ્રાયલ માત્ર ઈન્વાઈટ અને ફિઝિબિલિટીના બેઝ પર ચાલી રહી છે. જિયોનો દરેક સબસ્ક્રાઈબર દીઠ એક હજારથી 1500 રુપિયાની રેવન્યુ ઉભી કરવાનો પ્લાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સે અગાઉ જણાવ્યું હતું કે, કંપનીએ FTTHની બિટા ટ્રાયલ 10 શહેરોમાં શરૂ કરી દીધી છે. જેમાં મુંબઈ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ, જામનગર, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. જિયોફાઈબર નેટવર્ક 1 જીબીપીએસની સ્પીડ આપવા સક્ષમ છે.
હાલ જિયો 4Gના 1.20 કરોડથી વધુ ગ્રાહકો છે, અને કંપની ત્રણ લાખ કિલોમીટરમાં ઓપ્ટિક ફાઈબર બિછાવી ચૂકી છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ત્રીસ હજાર જેટલું ફાઈબર નેટવર્ક અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે લોંગ ટર્મ કરાર હેઠળ પાથરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશની સાથે તહેલકો મચાવનાર કંપની રિલાયન્સ જિઓ હવે ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડ અને ટેલીવિઝનના ક્ષેત્રમાં ધૂમ મચાવાવની તૈયારીમાં છે. મુકેશ અંબાણીની આ કંપની 2018ની શરૂઆતમાં 30થી વધારે શહેરમાં ફાઈબર ટુ હોમ (FTTH) બ્રોડબેન્ડ સેવાની શરૂઆત કરશે. તેના દ્વારા ગ્રાહકોને માત્ર ઇન્ટરનેટ જ નહિં પરંતુ ટીવીની સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શહેરોમાં ટાયર-2 અને ટાયર-3 કેટેગરીના શહેરો પણ સામેલ છે. કંપનીનો ટાર્ગેટ પહેલા જ ફેઝમાં 5 કરોડ કસ્ટમર્સ બનાવી લેવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -