Vodafone પોતાના યૂઝર્સને આપી રહ્યું છે 60GB ફ્રી ડેટા અને Netflix સબ્સક્રીપ્શન
1299 અને 1699 રૂપિયાના પ્લાન પર બે મહિનાનું નેટફ્લિક્સનું સબ્સક્રીપ્શન મળશે. જ્યારે 1999 રૂપિયાપ્લાન પર 3 મહિના અને 2999 પ્લાન પર 12 મહિના માટે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત વોડાફોન એરટેલ ટીવી અને જિઓ ટીવીને ટક્કર આપવા માટે પોતાના કેટલાક ખાસ પ્લાન પર નેટફ્લિક્સનું સબ્સક્રીપ્શન ફ્રીમાં આપી રહી છે.
વિતેલા વર્ષે રિલાયન્સ જિઓ આવવાથી સસ્તા ડેટા અને ફ્રી કોલિંગના અથવા બંડલ કે કોમ્બિનેશન ટેરિફ પ્લાન ટેલીકોમ કંપનીઓમાં છવાયેલ છે. પરંતુ આ કંપનીઓ પોતાનાપોસ્ટપેડ ગ્રાહકોને પણ નિરાશ કરવા નથી માગતી. એવામાં પોસ્ટપે યૂઝર્સને પણ સસ્તા પ્લાન આપવામાં આવી રહ્યા છે.
ઓફરમાં દર મહિને 10 જીબી ડેટા સતત 6 મહિના સુધી આપવામાં આવશે. આ રીતે 6 મહિના સુધી તમને 60 જીબી ફ્રી ડેટા મળશે. વોડાફોન રેડ પ્લાન 499 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં ફ્રી ડેટા ઉપરાંત 5 જીબી ડેટા મળે છે.
જિઓ અને એરટેલ તરફથી મળી રહેલ ઓફર્સને ધ્યાનમાં રાખતા વોડાફોને પણ પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે ફ્રી ડેટાની જાહેરાત કરી છે. વોડાફોન પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને 60 જીબી ફ્રી ડેટા વેલકમ ગિફ્ટ ઓફર અંતર્ગત આપી રહી છે. આ ઓફર તમામ વોડાફોન રેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે.
રિલાયન્સ જિઓ 4જી ડાઉનલોડ સ્પીડના મામલે એક વખત ફરી નંબર વન બની ગઈ છે. આ લિસ્ટમાં વોડાફોન બીજા અને આીડિયા ત્રીજા અને એરટેલ આ રેન્કિંગમાં પાછલ ધકેલાઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -