Jioના ગ્રાહકોને 31 માર્ચ પછી પણ મળશે ઓફરનો લાભ? ડેટા માટે ચૂકવવો પડશે સામાન્ય ચાર્જ, જાણો
જિઓએ પાંચમી સપ્ટેમ્બરથી તેની કોમર્શિયલ સર્વિસની શરૂઆત કરી હતી. ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાએ જીઓની અસરના કારણે ડેટા અને વોઇસ સર્વિસના રેટ ઘટાડવા પડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઇન્ફોકોમના ગ્રાહકોને આગામી 31 માર્ચ પછી પણ જૂન સુધી સસ્તા ભાવે ડેટા સર્વિસ અને ફ્રી વોઇસ સેવા મળથી રહે તેવી શક્યતા છે. હાલની કંપનીની ઓફર 31 માર્ચે પૂરી થશે. અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જિઓ આગામી 30 જૂન સુધી નવી ઓફર ચાલુ રાખી શકે છે.
૩૧ ડિસેમ્બરના રોજ વેલકમ ઓફર સમાપ્ત થયા બાદ જીયોના ગ્રાહક હેપી ન્યુયર ઓફરનો ફાયદો લઇ રહ્યા છે. આ ઓફર હેઠળ યુઝર્સ રોજ વધુ ઝડપમાં ૧ જીબી ડેટાનો ઉપયોગ વિનામૂલ્યે કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર ર૦૧૬માં પોતાની ૪જી સેવા શરૂ કરી હતી. સપ્ટેમ્બરમાં રિલાયન્સ જીયો નામથી મફત ૪જીબી ડેટા સાથે સીમ રજુ કર્યુ હતુ. પહેલા ફ્રી કોલીંગ અને ફ્રી અનલીમીટેડ મોબાઇલ ડેટાની ઓફર ડિસેમ્બરના અંત સુધી અને પછી વધારીને ૩૧ માર્ચ સુધી કરી હતી.
જે રીતે ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈસ વોર છેડાયુ છે તે જોતા જીયો પોતાનો દબદબો વધારવા અને જાળવી રાખવા માટે ફ્રી સેવાને કેટલાક મહિનાઓ માટે આગળ વધારી શકે છે.
અગાઉની ફ્રી ઓફર સામે હરીફ ટેલિકોમ કંપનીઓએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને સ્પર્ધા વિરોધી ગણાવી હતી. પરંતુ નવી ઓફરમાં ડેટા માટે રૂપિયા ૧૦૦ની ફી રાખવામાં આવશે જ્યારે વોઇસ સર્વિસ કંપનીએ આપેલા વચન પ્રમાણે મફતમાં મળશે. ફ્રી વોઇસ અને ડેટા પ્રમોશનલ ઓફર્સના કારણે જીઓને ચાર મહિનામાં ૭.૨ કરોડ ગ્રાહકો મળ્યા છે.
ચર્ચા એવી છે કે, કંપની જેવા રૂપિયા લેવાનું શરૂ કરશે કે તરત જ ગ્રાહકોની સંખ્યા ઘટતી જશે પરંતુ એવી શક્યતા દર્શાવામાં આવી રહી છે કે, કંપની મફત સેવાઓ ૩૧ માર્ચથી પણ આગળ વધારી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -