ATM જેમ જ હવે કોઈપણ બેંકમાં જઈને પોતાના ખાતામાંથી ઉપાડી શકાશે રૂપિયા, જાણો અન્ય શું ફાયદા થશે
મંત્રાલયનું માનીએ તો આનાથી બેંકોને પણ વધારાની આવક થવાની વાત સૂચનમાં કહેવામાં આવી છે. પહેલા તબક્કામાં આ વ્યવસ્થાને લાગુ કરવા પર સરકારની સહમતી છે જે તત્કાલિન યુપીએ-ર સરકારમાં આયોજન પંચ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના એક સૂચન પર પણ બની હતી. જો કે બાદમાં આ સુચનને અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોનુ માનીએ તો રિઝર્વ બેંકની મંજુરી મળશે તો સરકાર આ વ્યવસ્થાને તુરંત લાગુ કરશે. આવતા મહિને આવનાર બજેટમાં આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે.
ખાતેદાર પોતાની મુળ બેંકમાંથી નહી પરંતુ દેશભરમાં કોઇપણ બેંકમાંથી લેવડ-દેવડ કરી શકશે. ત્રણ વખત લેવડ-દેવડ નિઃશુલ્ક રખાશે અને ઉપાડની મર્યાદા નક્કી કરવામાં આવશે. આનાથી વધુ વખત લેવડ-દેવડ કરવા પર ચાર્જની વાત છે.
આ વ્યવસ્થાથી ઓછી શાખાવાળી બેંકોને ફાયદો થશે કારણ કે આમા ઓછા લોકોના ખાતા હોય છે. સરકાર સરકારી બેંકોમાં આ સુવિધા દાખલ કર્યા પછી તેને ખાનગી, પ્રાદેશિક અને ગ્રામીણ બેંકોને પણ તેમાં જોડવાનો પ્રયાસ કરશે.
સૂત્રો જણાવે છે કે, મંત્રાલય કોર બેન્કીંગ સોફટવેર(સીબીએસ) જેવા નવા પ્લેટફોર્મ થકી પ્રથમ તબક્કામાં આ વ્યવસ્થાને સરકાર બેંકો પર લાગુ કરવા વિચાર રહી છે. હાલમાં બેંકોની દેશમાં ૭ર,૦૦૦થી વધુ શાખાઓ છે.
નોટબંધી દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોમાં એકીકૃત બેન્કિંગ વ્યવસ્થા લાગુ કરવાનુ સૂચન આવ્યુ હતુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિ આયોગના એક ટોચના અધિકારીએ આવી સલાહ આપી છે. જે બાબતે નાણા મંત્રાલય પણ સહમત છે. હવે આ બાબતે રિઝર્વ બેંક સાથે ચર્ચા થવાની છે.
નવી દિલ્હી: ટૂંકમાં સમયમા કેન્દ્ર સરકાર બેંકના ખાતાધારકોને એક નવત્તર સુવિધા આપવા જઈ રહી છે. આવનારા દિવસોમાં તમામ બેંકોમાં એક જ ખાતાથી કામ થઈ શકશે. એટલે કે એટીએમની જેમ જ ખાતુ કોઈપણ બેંકમાં હોવા છતાં તમે અન્ય બેંકમાંથી રૂપિયા કાઢી અને જમા કરાવી શકશો. કેન્દ્ર સરકાર ગ્રાહકોની સુવિધા માટે આ અંગે વિચારણા કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -