31 માર્ચ બાદ Jioનો સાથ છોડી શકે છે યૂઝર્સ, જાણો શું છે કારણ
હજુ પણ ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં 3G નેટવર્ક કામ નથી કરતું, આવામાં આવી જગ્યાઓ પર 4G નેટવર્ક મળવું મુશ્કેલ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓની 4G સ્પીડ સારી નથી, તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં એરટેલની 4G સ્પીડને બેસ્ટ માનવામાં આવી હતી. આ કારણે પણ જિઓ યૂઝર્સ અન્ય શિફ્ટ થઇ શકે છે.
જિઓ યૂઝર્સને લૉન્ચ થયે 7 મહિના થઇ ચૂક્યા છે, પણ આના નેટવર્કને લઇને મુશ્કેલીઓ હજુ ઉભીને ઉભી જ છે. કૉલ ડ્રૉપ અને કૉલ ના લાગવાના પ્રૉબ્લમ આજે પણ યથાવત છે. આવામાં જિઓ કસ્ટમર્સ જિઓનો સાથે છોડી અન્ય ઓપરેટ સાથે જોડાઇ શકે છે.
ટેલિકૉમ કંપનીયો, પછી તે એરટેલ, આઇડિયા કે પછી BSNL અને વૉડાફોન હોય, દરરોજ નવા પ્લાન લઇને આવે છે. આ સસ્તાં પ્લાનના કારણે કસ્ટમર્સ જિઓ સિમને છોડીને ફરી પાછા પોતાના ઓપરેટર પાસે જઇ શકે છે.
જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અનેક રિસર્ચ કંપનીઓએ દાવો કર્યો છે કે, મોટાભાગના જિઓના યૂઝર્સ કંપની સાથે ફ્રી સર્વિસ બાદ એટલે કે 31 માર્ચ બાદ પણ જોડાઈ રહેશે. જોકે કેટલાક પ્રૉબ્લમ્સ એવા છે જે જિઓની શરૂઆતથી જ ચાલું છે અને હજુ સુધી તેનું કોઈ સમાધાન આવ્યું નથી. આ બધા કારણેને લઇને મોટાભાગના જિઓ યૂઝર્સ પરેશાનીમાં છે. પણ જો 1લી એપ્રિલથી આવા પ્રૉબ્લમ્સ ચાલું રહ્યાં તો યૂઝર્સ જિઓનો સાથ છોડી અન્ય ઓપરેટ સાથે શિફ્ટ થઇ શકે છે. આગળ સ્લાઈડ્સમાં વાંચો ક્યા કારણો છે જેના લીધે જિઓની મુશ્કેલી વધી શકે છે....
- - - - - - - - - Advertisement - - - - - - - - -