ઈચ્છા ન હોવા છતાં પણ એપ્રિલથી બંધ થઈ શકે છે Jioની ફ્રી સર્વિસ, જાણો કંપની પર શું છે દબાણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુઝર બેઝને સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ જિયો માર્ચ-એપ્રિલથી બિલિંગ શરૂ કરી શકે છે. તેમાં કસ્ટમર્સ પાસેથી કંપની ચાર્જ વસૂલ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કંપની જૂન સુધી ફ્રી સર્વિસ ચાલુ રાખવા માગે છે પરંતુ તેને અનેક જગ્યાઓથી ઘણું દબાણ છે. તેને જોતા જિયોની ફ્રી સર્વિસ ચાલુ નહિ રહી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે એક માઠા સમાચાર આવ્યા છે. કંપનીની ઇચ્છા ફ્રી સર્વિસ માર્ચ પછી પણ ચાલુ રાખવાની હોવા છતાં કંપની એપ્રિલથી અમુક ચાર્જ વસુલશે તેવા સમાચાર સામે આવ્યા છે. ન્યુઝ એજન્સી કોર્જોસિસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ એપ્રિલથી પોતાના કસ્ટમર્સને નોમિનલ ફી લેવાનું શરૂ કરી શકે છે. જિયો છેલ્લા પાંચ માસથી પોતાના કસ્ટમર્સને ફ્રી વોઇસ અને ડેટા સર્વિસ આપી રહી છે.
આ પહેલા ચર્ચા હતી કે, માર્ચ પછી પણ જિયો ફ્રી ડેટા અને વોઇસ સર્વિસ ચાલુ રાખી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયો એક પાસેથી રૂ.100-150નો ચાર્જ વસૂલ કરી શકે છે. જિયોએ 5 સપ્ટેમ્બર 2016ના રોજ વેલકમ ઓફર મારફત ફ્રી ડેટા અને વોઇસ સર્વિસ લોન્ચ કરી હતી.
જિયો તરફથી બિલિંગ શરૂ કરવાનું મુખ્ય કારણ ઇન્ડસ્ટ્રી તરફથી વધતું દબાણ છે. જિયો તરફથી સતત બે પ્રમોશનલ ઓફરના કારણે અન્ય ઓપરેટર્સ સતત ટ્રાઇને ફરિયાદો કરતા રહ્યા છે. ભારતી એરટેલ લિમિટેડ અને આઇડિયા સેલ્યુલરે જિયો વિરુદ્ધ ટેલિકોમ ડિસ્પ્યુટેડ સેટલમેન્ટ અને એલિટેડ ટ્રિબ્યુનલમાં અપીલ કરેલી છે.
ઓપરેટર્સે ફરિયાદમાં જણાવ્યું છે કે ફ્રી સર્વિસનું એક્સ્ટેન્શન ટ્રાઇની ગાઇડલાઇનનો ભંગ છે. જોકે, ટ્રાઇ એ સ્પષ્ટતા કરી ચૂકી છે કે રિલાયન્સ જિયોની ઓફર નિયમોનું ઉલ્લંઘન નથી. જિયો અને અન્ય ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચે વિવાદ પર નિર્ણય હજુ ટેલિકો ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ પડ્યો છે.
રિલાયન્સ જિયોના કસ્ટમર્સને પહેલી જાન્યુઆરી 2017થી `હેપ્પી ન્યુ ઇયર ઓફર' હેઠળ ફ્રી ડેટા અને વોઇસ સર્વિસ મળી રહી છે. તેમાં જિયો કસ્ટમર્સને 1 જીબી ડેટા 4જીબી સ્પીડે મળે છે. તે પછી સ્પીડ ઘટી જાય છે આ પ્લાન હેઠળ આ ફ્રી ઓફર 31 માર્ચ સુધી છે.
ન્યુઝ એજન્સી અનુસાર, કંપની પાસે હાલમાં 7.2 કરોડથી વધુ કસ્ટમર્સ છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ને ક્યો પ્રપોઝ્ડ પ્લાન મોકલ્યો છે. ન્યુઝ એજન્સી અનુસાર, કંપની તરફથી પ્રપોઝ્ડ પ્લાનની ડીટેલ માગવા પર કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -