નોટબંધી બાદ ડિમાન્ડ ડ્રાફ્ટ કરાવ્યા છે તો થઈ જાવ સાવધાન, RBI એ શરૂ કરી તપાસ
રિઝર્વ બેંકે તમામ બેંકોને મોકલેલા એક પત્રમાં નોટબંધીના ગાળા દરમિયાન જમા અને ઉપાડની વિગતો માંગી છે એટલુ જ નહી ભરવામાં આવેલી લોનની વિગતો પણ આપી છે એટલુ જ નહી જનધન ખાતાઓમાં જમા થયેલી રકમની વિગતો પણ માંગી છે.
એક વ્યકિત ડિમાન્ડ ડ્રાફટ ૩ મહિના સુધી રાખી શકે છે. ડ્રાફટ માટેના ચાર્જ અને કેન્સલ કરવાના ચાર્જ નીચા છે તેથી ખેલાડીઓએ આ રૂટની પસંદગી કરી હતી. હવે રિઝર્વ બેંક વિગતો એકઠી કરી રહી છે. બેંક અધિકારીઓએ પહેલા ડિમાન્ડ ડ્રાફટ બનાવ્યા હતા અને બાદમાં તેને કેન્સલ કર્યા હતા. મજાની વાત એ છે કે જૂની નોટોથી ડીડી બનાવાયા હતા અને બાદમાં તે કેન્સલ કરી નવી નોટોમાં રૂપિયા પરત કરવામાં આવ્યા હતા.
ત્રણ સરકારી બેંકોના ટોચના અધિકારીઓએ જણાવ્યુ છે કે, રિઝર્વ બેંકે અમને પાઠવેલા પત્રમાં નોટબંધી દરમિયાન કાઢવામાં આવેલા ડિમાન્ડ ડ્રાફટ અને બાદમાં તેને કેન્સલ કરવામાં આવ્યા તેની વિગતો માંગી છે. રિઝર્વ બેંકને ગંધ આવી છે કે અનેક લોકોએ ડિમાન્ડ ડ્રાફટ થકી કાળા નાણાને સફેદ કર્યુ છે. અનેક બેંકોએ પ૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોના ડિમાન્ડ ડ્રાફટ કાઢયા હતા અને બાદમાં તે કેન્સલ કર્યા હતા.
એક બેંકરના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંકે તમામ બેંકોને પ૦ દિવસમાં કાઢેલા ડિમાન્ડ ડ્રાફટની ડિટેઇલ માંગી છે. એટલુ જ નહી કેટલા રૂપિયાના અને કેટલી સંખ્યામાં ડ્રાફટ કાઢયા તેની માહિતી માંગી છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ વ્યકિતગત લોકોએ બેંકોમાં જમા કરાવેલ રકમ અને ઉપાડેલ રકમની તપાસ કરી રહ્યુ છે. આ માટે આયકર રિટર્ન તપાસવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોના ૧પ૬ ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ર૬ કેસ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ કાળા નાણાંને ધોળા કરવા માટે અનેક રીતો અપનાવવામાં આવી હતી. નોટબંધી દરમિયાન પ૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો બદલવામાં અનેક બેંકોની બ્રાન્ચોમાં ગેરરીતિ થઇ હોવાનુ બહાર આવ્યા બાદ રિઝર્વ બેંકે પોતાની તપાસ બેંકની બ્રાન્ચો ઉપર કેન્દ્રીત કરી થયેલા અસામાન્ય વ્યવહારો શોધવાનુ શરૂ કર્યુ છે. નોટબંધી દરમિયાન જૂની ચલણી નોટો વડે ડિમાન્ડ ડ્રાફટ (ડીડી) કઢાવી બાદમાં ડીડીને કેન્સલ કરાવવામાં આવ્યા હતા અને આ રીતે જૂની નોટને નવી નોટમાં પરિવર્તીત કરવામાં આવી હતી.