રીલાયન્સ જિઓ પ્રાઈમ મેમ્બર્સ રોજનો કેટલો ડેટા વાપરી શકશે ? જાણો મહત્વની જાહેરાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સપર્ટના મતે ટેલિકોમ કંપનીઓ વચ્ચેની હરિફાઇનો ફાયદો ગ્રાહકોને થશે. એરટેલ, વોડાફોન જેવી કંપનીઓ પણ તેમના ગ્રાહકોને ઓછી કિંમતે વિશેષ ઓફર આપવા અલગ અલગ પ્લાનની જાહેરાત કરી રહી છે.
પ્રાઈમ ગ્રાહકો રોજના એક જીબી 4જી ડેટાનો વપરાશ કરી શકશે. જો તમે પ્રાઈમ મેમ્બરશિપ લેવા ઈચ્છતા હોય તો Myjio એપ્લિકેશન અથવા www.jio.com વેબસાઇટ મારફતે લઇ શકશો. ઉપરાંત જિઓના સ્ટોર પરથી પણ આ મેમ્બરશિપ લઈ શકો છે. જિઓ સમગ્ર દેશમાં જુદાજુદા ટેલિકોમ ઓપરેટરો દ્વારા આપવામાં આવતી સેવાઓ અને તેની કિંમતો પર નજર રાખશે. અને તેની સરખામણીએ 20 ટકા વધારે ડેટા આપશે.
એક રિપોર્ટ પ્રમાણે, માત્ર 99 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરશિપનો લાભ હાલના 10 કરોડ ગ્રાહકો અને 31 માર્ચ 2017 સુધીમાં જિઓ સાથે જોડાનારા નવા ગ્રાહકો જ લઇ શકશે. તે સિવાય પ્રાઈમ મેમ્બરશિપ લીધા બાદ 31 માર્ચ 2018 સુધી ગ્રાહકો જિઓની તમામ એપ્લિકેશનનો લાભ લઈ શકશે.
રીલાયન્સ જિઓ ઘરેલું નેટવર્ક જેમાં એસટીડી, રોમિંગ સામેલ છે. તેમાં ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપતું રહેશે. અંબાણીએ કહ્યું હતું કે, સમગ્ર અમેરિકા જેટલા ડેટાનો વપરાશ કરે છે. એટલા ડેટાનો વપરાશ તો માત્ર જિઓના ગ્રાહકો જ કરે છે.
જાણકારોનું માનવું છે કે, રીલાયન્સ જિઓનો આ ટેરીફ પ્લાન ગ્રાહકોને અનેક રીતે મુશ્કેલીમાં પાડી શકે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે, જિઓ તરફથી ચાર્જ વસૂલવાનું શરૂ કરાતા તેમના ગ્રાહકોમાં પણ ઘટાડો થઇ શકે છે.
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જીયોના 100 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કરવા બદલ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંકડો માત્ર 170 દિવસમાં પ્રાપ્ત થયો છે.
મુંબઇઃ રીલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટેનું રજિસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થઈ ગયું છે. હાલમાં રીલાયન્સ જિઓની હેપી ન્યુ યર ઓફરનો લાભ લઈ રહેલા ગ્રાહકો પણ જિઓના પ્રાઈમ પ્લાનનો લાભ લઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -