Jioની પ્રાઈમ ઓફરથી માગમાં ન થયો વધારો, માર્ચમાં જૂની કંપનીઓને થયો લાભ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની 4જી મોબાઈલ સેવા યોજના પ્રાઈમને કારણે તેના કનેક્શનની માગમાં કોઈ ઉછાળો આવ્યો નથી. જોકે, જૂની કંપનીઓને લાભ થયો છે. યૂબીએસ સિક્યોરિટીઝ એશિયાએ ટેલીકોમ નિયામક ટ્રાઈના માસિક ગ્રાહક અહેવાલના આધારે આ વાત કહી છે. યૂબીએસે પોતાના અહેવાલમાં કહ્યું, માર્ચના આંકડા જણાવે છે કે જૂની કંપનીઓનો લાભ થયો છે પરંતુ જિઓ પ્રાઈમમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણના અહેવાલ અનુસાર દેશની હવે જોથી સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ 58.3 લાખ મોબાઈલ ગ્રાહક જોડીને સતત મોબાઈલ ટોલીફોન ક્ષેત્રમાં ગતિ આપી રહી છે. કંપનીની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલે એ જ ગાળામાં 29.9 લાખ ગ્રાહક જોડ્યા. આઈડિયાએ 20.9 લાખ ગ્રાહક જોડ્યા જ્યારે બીએસએનએલે 20.7 લાખ નવા ગ્રાહકો જોડ્યા. વોડાફોને માર્ચમાં 18.3 લાખ નવા કનેક્શન જોડ્યા.
યૂબીએસએ કહ્યું કે, અમે અચંભીત છીએ કે માર્ચથી માગમાં તેજી મંદ પડી છે જ્યારે એ જ સમયમાં જિઓ પ્રાઈમ ઓફર રજૂ કરવામાં આવી હતી. જિઓ પેમેન્ટ આધારિત સેવાનો પ્રથમ મહિનો એપ્રિલ હતો. જિઓની પ્રાઇમ સેવા 309 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. તે અંતર્ગત ગ્રાહકોને એક જીબી 4જી ડેટા પ્રતિદિવસ મળે છે. તેની સાથે જ અનલિમિટેડ કોલ કોઈપણ નેટવર્ક પર કરી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -