આજે તેજસ એક્સપ્રેસને સુરેશ પ્રભુ બતાવશે લીલી ઝંડી, ઓટોમેટિક ડોરની સાથે મળશે આ સુવિધાઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજન ટ્રેનમાં ગોલ્ડન રંગના કોચ હશે, ઉપરાંત વાઈફાઈની સુવિધા, કોચમાં એન્ટરટેઇનમેન્ટ સ્ક્રિન, ઈયરફોન સહિત 22 પ્રકારના ફિચર્સ, એક્સિક્યૂટિવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ કરાયો છે. તેજસ ટ્રેનમાં બોયો વેક્યુમ ટાઈપ ટોયલેટ મૂકાયા છે, સેન્સર યુક્ત નળ, હેન્ડ ડ્રાયર તથા શોપ અને ટિશ્યૂ પેપર ડિસ્પેસરની સુવિધા મળશે. ટ્રેનની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
વિમાનમાં બેઠેલા યાત્રીઓને જે પ્રકારે સુવિધા મળે છે. તે પ્રકારની સુવિધા તેજસ ટ્રેનમાં આપવામાં આવશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે શતાબ્દી એક્સપ્રેસના ભાડા કરતા તેજસ ટ્રેનનું ભાડું વધુ હશે. માટે યાત્રીઓએ શતાબ્દીની ભાડા કરતા 20થી 30 ટકા વધુ ભાડું ચુકવું પડશે.
ટ્રેનના કોચ હાઈ ટેક્નોલોજીવાળા એન્ટરટેઇનમેન્ટ યુનિટો, વાઈફાઈ સુવિધા, બ્રેલ ડિસપ્લે અને કોફી મશીન વગેરે જેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. ટ્રેન એપ્રિલ બાદ શરૂ થયા તેવી શક્યતા છે.
૨૦ ડબ્બા ધરાવતી તેજસ એક્સપ્રેસમાં ઓટોમેટિક દરવાજા હશે. હાલના સમયે ઓટોમેટિક દરવાજા માત્ર મેટ્રોમાં જ છે. મુંબઈ ગોવા રૂટ પર શરૂ થયા બાદ આ ટ્રેન સેવા દિલ્હી ચંદીગઢ માર્ગ પર પણ શરૂ થઈ શકે છે.
નવી દિલ્હીઃ વિમાન જેવી સુવિધાઓથી સજ્જ પ્રથમ લક્ઝરી ટ્રેન તેજન એક્સપ્રેસ આજથી મુંબઈ અને ગોવાની વચ્ચે દોડવા લાગશે. રેલવે પ્રધાન એલઈડી ટીવી, વાઈફાઈ, સીસીટીવી જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનને સોમવારે એટલે કે આજે મુંબઈથી લીલી ઝંડી બતાવીને ગોવા માટે રવાના કરશે. તમને જણાવીએ કે, તેજસ ટ્રેનમાં દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઈ-ફાઈ સુવિધા હશે. સાથે જ, ટ્રેનમાં ટી-કોફી વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -