Exit Poll 2024
(Source: Poll of Polls)
એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે સૌથી મોટો ખતરો બનશે રિલાયન્સ રિટેલઃ મોહનદાસ પઈ
તેમણે વધુમાં કહ્યું કે, ‘રિટેલમાં ભારતમાં ત્રણ મોટા પ્લેયર્સ હશે – એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ. રિલાયન્સ પહોંચ મોટી હશે, સ્ટોર્સ વધુ હશે, ડિસ્ટ્રીબ્યૂશન સારું રહેશે અને ભારતમાં રોકાણ કરવા માટે એમેઝોન તથા ફ્લિપકાર્ટ કરતા વધુ પૈસા હશે.’ ઈન્ફોસિસના વધુ એક પૂર્વ CFOએ કહ્યું કે, ‘ડેટા ઉપલબ્ધ કરાવવાને કારણ ટેલિકોમ કંપનીઓની પોતાની ઉપયોગિતા જાળવી શકી છે. ડેટા અને કન્ટેન્ટ ખૂબ જરૂરી છે. મને લાગે છે કે, રિલાયન્સ ડેટા અને કન્ટેન્ટ પર પકડ બનાવવામાં યોગ્ય રણનીતિ અપનાવી રહી છે. આનાથી તેને માર્કેટમાં ફાયદો મળશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ફોસિસના પૂર્વ CFO ટીવી મોહનદાસ પઈએ જણાવ્યું કે, આગામી વર્ષે ઈ-કૉમર્સ કંપની વચ્ચે મર્જર થવા લાગશે અને નાની કંપનીઓના શટર પડી શકે છે અને માર્કેટમાં ઓછી કંપનીઓ હશે જેથી હરિફાઈ વધશે. પઈએ કહ્યું કે, ‘ઈ-કૉમર્સમાં ફ્લિપકાર્ટ અને એમેઝોનને રિલાયન્સ રિટેલની એન્ટ્રીથી સૌથી મોટો ખતરો પેદા થશે કારણ કે, રિલાયન્સ જિયો સંપૂર્ણ ભારતમાં ફેલાયેલું છે. તે સરળતાથી નાના રિટેલ સ્ટોર્સ સાથે જોડાઈ શકશે.’
હૈદ્રાબાદઃ દેશના ઈ-કોમર્સ માર્કેટ પર રાજ કરનાર કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન માટે રિલાયન્સ રિટેલ આગામી વર્ષે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. આઈટી ઉદ્યોગના વરિષ્ઠ ખેલાડીએ આ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, જિઓની પહોંચને કારણે આગામી વર્ષે રિલાયન્સ રિટેલ ઈ-કોમર્સ માર્કેટ પર રાજ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -