✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Amazon, Flipkartને ટક્કર આપવા મુકેશ અંબાણીએ બનાવ્યો આ પ્લાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2017 07:42 AM (IST)
Amazon, Flipkartને ટક્કર આપવા મુકેશ અંબાણીએ બનાવ્યો આ પ્લાન
1

નવી દિલ્હીઃ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટક્કર આપવા માટે તૈયારી કરી લીધી છે જેમ જિઓના લોન્ચિંગ બાદ ટેલીકોમની કંપનીની હાલત કરી હતી. કંપની હવે ઈ-કોમર્સ બિઝનેસમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે.

2

જેના માટે કંપની એક નવી વેબસાઈટ અને એપ લોન્ચ કરશે. આ ઉપરાંત એપને જિયોના તમામ ફીચર અને સ્માર્ટફોનમાં પણ ડાઉનલોડ કરવામાં આવશે. દેશભરમાં જિયોના સિમ વેચનારા સેન્ટરોને પણ ડિલીવરી પોઈન્ટ બનાવવામાં આવશે. હાલમાં રિલાયન્સ રિટેલ મુંબઈ, પુણે અને બેંગલુરુમાં ટ્રાયલ તરીકે ઈ-કોમર્સ દ્વારા ગ્રોસરી વેચી રહી છે.

3

રિલાયન્સ રિટેઈલનો પ્લાન છે કે તેઓ દેશના નાના શહેરોમાં પણ સામાનનો ઓર્ડર મળ્યાં બાદ તે જ દિવસે અથવા 24 કલાકની અંદર ડિલીવરી કરશે. આવું કરવાથી લોકો વધુ સામાનની ખરીદી કરશે. લોકો રિલાયન્સ દ્વાર મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સ સામાન પર એક્સક્લૂસિવ ડીલ આપવામાં આવશે.

4

કંપનીના સૂત્રો અનુસાર રિલાયન્સ રિટેલ લોન્ચ થવાના ત્રણ વર્ષ બાદ એટલે કે 2022 સુધીમાં ઈ-કોમર્સ માર્કેટમાં લીડર બની જશે રિલાયન્સ. હાલમાં અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, પેટીએમ મોલ જેવી કંપનીઓ ઈ-કોમર્સ સેગમેન્ટમાં ટોપ પર છે.

5

અંગ્રેજી અખબાર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ રિટેલ 2019 સુધીમાં પોતાનું ઈ-કોમર્સ વેન્ચર શરૂ કરી શકે છે. પ્લાન મુજબ રિલાયન્સ તેવા શહેરમાં પોતાની ઈ કોમર્સ સુવિધા આપશે, જેની જનસંખ્યા 50 હજારથી વધુ છે. ઈ કોમર્સ વેન્ચર દ્વારા રિલાયન્સ મોબાઈલ ફોન, કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, એફએમસીજી ગુડ્સ, ફળ-શાકભાજી સહિતની ખાવાપીવાની વસ્તુઓનું વેચાણ કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • Amazon, Flipkartને ટક્કર આપવા મુકેશ અંબાણીએ બનાવ્યો આ પ્લાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.