રેનોએ લોન્ચ કરી Kwid Climber, કિંમત 4.30 લાખ રૂપિયાથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજારમાં આવ્યા બાદ તેની સ્પર્ધા મારુતિ સુઝુકી અલ્ટો 800, ડેટ્સન રેડી ગો, ડાટા ટિયાગો અને હ્યુન્ડાઈ ઈઓન જેવી કાર સાથે થશે. મેન્યુઅલ વર્ઝનની કિંમત 4.3 લાખ રૂપિયા છે જ્યારે એએમટીની કિંમત 4.6 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે.
ઇન્ટિરિયર્સમાં લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેરિંગ પર આ જ લેધરના અપહોલ્સટ્રી છે. સીટબેલ્ટ્સ અને શોલ્ડર બેલ્ટ્સને ખાસ કરીને આઉટડોર ડ્રાઈવિંગ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આ કારમાં 7 ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ, બ્લૂટુથ કનેક્ટિવિટી, ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, બે સ્પીકર્સ, ફ્રન્ટ પાવર વિન્ડો, 12વી પાવર આઉટલેટ, યૂએસબી અને ઓક્સ ઈન જેવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. વ્હિલ્સને ઈલેક્ટ્રિક બ્લૂમાં હાઈલાઈટ કરવામાં આવ્યા છે.
રેનો ઇન્ડિયાના ક્ષેત્રીય સીઈઓ તથા મેનેજિંગ ડાયરેક્ટર સુમિત સાહનીએ કહ્યું કે, રેનો ક્વિડ ક્લાઈમ્બર વિશેષ ગ્રાહકોની જરૂરતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ જુદા જુદા ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરે છે. કંપનીએ પ્રથમ વખત Kwid Climber વિતેલા વર્ષે ઓટો એક્સ્પોમાં રજૂ કરી હતી.
નવી દિલ્હીઃ કાર કંપની રેનોએ પોતાની લોકપ્રિય હેચબેક Kwidનું નવું વર્ઝન ગુરૂવારે લોન્ચ કર્યું છે. તેની કિંમત 4.3 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે. Kwid Climber નામથી આ મોડલ મેન્યુઅલ તથા ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન (એએમટી) બન્નેમાં ઉપલબ્ધ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -