Renaultએ લોન્ચ કરી Kwidની સ્પેશિયલ એડિશન, જાણો કિંમત અને ફીચર્સ
ક્વિડમાં 0.8 લિટર અને 1.0 લિટર પેટ્રોલ અને ડીઝલના બે વર્ઝન ઉપલબ્ધ છે. 0.8 લિટર એન્જિનનો પાવર 54 પીએસ છે જે 72 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે અન્ય વર્ઝનમાં 67 બીએચપી પાવરવાળા 1.0-લિટર ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 5 સ્પીડ મેન્યુઅલ અને 1000 સીસીવાળા એન્જિનનો વધુમાં વધુ ટોર્ક 91Nm આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની સાથે જ કારના આરએક્સટી વર્ઝનમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જાળવી રાખવામાં આવ્યું છે. જોકે, કારના એન્જિન અને અન્ય ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કારના ઇન્ટીરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કારની અંદર પણ બહારની જેમ જ રેડ ટચ આપવામાં આવ્યો છે. સ્ટિયરિંગ કવરની સાઈડ્સ અને ડોર્સની અંદરના ભાગમાં લાલ રંગની સ્ટ્રીપ આપવામાં આવી છે.
કંપનીએ ક્વિડની સ્પેશિયલ એડિશનમાં ફ્રન્ટ ગ્રિલ અને વ્હીલ કવર પર પણ રેડ કલર હાઈલાઈટ કર્યા છે. રેનો ઇન્ડિયાએ પોતાની સ્પેશિયલ એડિશન કારમાં રિયરમાં સ્પોયલર આપ્યું છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે.
લુકની વાત કરીએ તો ક્વિડની સ્પેશિયલ એડિશનમાં બોનેટ, છત (Roof) અને સાઈડ્સમાં લાલ રંગની સ્ટ્રીપ આપવામાં આવી છે જે રેડી-ગો સ્પોર્ટ કાર જેવી જ છે. જોકે આ સ્ટ્રીપ કારને ખૂબ જ આકર્ષક લુક આપે છે.
આ કાર માટે વેઈટિંગ પીરિયડ એકથી ત્રણ સપ્તાહનો હશે, જે કારના કલર પર આધાર રાખે છે. કારના ઇન્ટીરિયર અને એક્સટીરિયર બન્નેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ રેનો (Renault) એ ક્વિડ (Kwid)ની નવી એડિશન Live for more ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ કારની મુંબઈમાં એક્સ શોરૂમ કિંમત 2.93 લાખ રૂપિયા છે. રેનોની આ સ્પેશિયલ એડિશન 800 અને 1000 સીસી બન્ને વર્ઝનમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ગ્રાહકો મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને વિકલ્પમાં પોતાની રીતે પસંદ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -