Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Renaultએ લોન્ચ કર્યું હેચબેક Kwidનું નવું વેરિઅન્ટ, કિંમત 3.54 લાખ રૂપિયા
નવી દિલ્હીઃ ઓટો કંપની Renault Indiaએ ગુરુવારે હેચબેક Kwidનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત 3.54 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે. નવા વેરિઅન્ટ Kwid RXL 1.0L SCe(સ્માર્ટ કન્ટ્રોલ એફીશિઅન્સી) બન્ને મેન્યુઅલ અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (એએમટી)ની સાથે આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીનો ટાર્ગેટ ટિયર 2થી ટિયર 4 સુધી બજારમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવવાનો છે. Kwid RXL 1.0L SCe વેરિઅન્ટ (મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં)નીકિંમત 0.8 લીટર વેરિઅન્ટની તુલનામાં 22,000 રૂપિયા મોંઘી છે જ્યારે તેના ઓટોમેટિક વર્ઝન 1.0 લીટર મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝનની તુલનામાં 30,000 રૂપિયા મોંઘી છે.
તેમણે કહ્યું કે, પાવરફુલ Kwid RXT અને RXT (O) 1.0L SCe તથા Kwid RXT (O) AMTને મળેલ જોરદાર પ્રતિસાદથી કંપનીને વિશ્વાસ છે કે, બજારમાં આ વર્ઝન માટે આગળ ઘણી સંભાવનાઓ છે. Kwid RXL 1.0 SCe લોન્ચ કરવાની સાથે જ અમારો ટાર્ગેટ 1.0 લીટરવાળી કારને વધારે ગ્રાહક સુધી પહોંચાડવાનો છે.
મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 3.54 લાખ રૂપિયા છે, જ્યારે એએમટી વેરિઅન્ટની કિંમત 3.84 લાખ (એક્સ-સોરૂમ દિલ્હી) રૂપિયા છે. Renault India ઓપરેશન કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સુમિત સ્વાહનને કહ્યું કે, ક્વિડે એ સિદ્ધ કર્યું છે કે, તે ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થયેલ સૌથી સફળ કાર છે, અને તે સદદ કોમ્પેક્ટ હેચબેક સેગમેન્ટમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -