રેનોની બેસ્ટ સેલિંગ કાર ક્વિડની સ્ટીયરિંગ સિસ્ટમમાં ખરાબી, કંપનીએ કરી રિકોલ
સ્ટીયરિંગ વીલ સિસ્ટમમાં શું ખરાબી છે તે અંગે ડીટેલ્સ જાહેર કરવામાં આવી નથી. કેટલી કારમાં ખરાબી છે તે અંગે પણ લેટરમાં જણાવવામાં આવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની ક્વિડ પ્લેટફોર્મ પર આધારિત ચાર નવી કાર ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં એસયુવી, સેડાન, 7 સીટર એમપીવી અને ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે. આ તમામ વાહન ભારતમાં રેનોનું સેલ્સ વધારવાના હેતુથી લાવવામાં આવશે.
ક્વિડને ભારતીય માર્કેટમાં રિકોલ કરવાની આ બીજી ઘટના છે. આ પહેલા 50,000 ક્વિડને પરત ખેંચવામાં આવી હતી. તેમાં ફ્યૂલ ડિલિવરી સિસ્ટમમાં ખામી હતી. એટલું જ નહીં, ક્વિડના પ્લેટફોર્મ પર બનેલી ડેટસન રેડિગોને પણ રિકોલ કરવામાં આવી હતી.
કાર રિકોલ કરવી ગ્લોબલ માર્કેટમાં સામાન્ય વાત છે. હવે આ ટ્રેન્ડ ભારતીય માર્કેટમાં પણ પ્રસરી રહ્યો છે. કંપની કસ્ટમર્સના હિતમાં કાર પરત ખેંચે છે.
આ માટે કંપનીએ ક્વિડ ઓનર્સને ઓફિશિયલ નોટિસ પણ મોકલી છે. જેમાં સમય કાઢીને નજીકના રેનો ડીલરનો સંપર્ક કરી એપોઇમેન્ટ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ડીલરશિપ્સ પર રેનો ક્વિડના સ્ટીયરિંગ સિસ્ટમ ચેક કરવામાં આવશે. આ માટે કોઈ એડિશનલ ચાર્જ લેવામાં નહીં આવે.
નવી દિલ્હીઃ રેનોએ ભારતમાં તેની બેસ્ટ સેલિંગ કાર ક્વિડને રિકોલ કરવી પડી છે. 0.8 લીટર અને 1.0 લીટર એન્જિન ઓપ્શન્સની સાથે ઉપલબ્ધ આ નાની હેચબેક કારની સ્ટીયરિંગ સિસ્ટમમાં ખરાબી હોવાથી આ નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -