બાઈકર્સ માટે Good News: રોયલ એનફિલ્ડ લાવી શકે છે ઈ-બુલેટ
રોયલ એનફિલ્ડ સતત નવી પ્રોડક્ટ લૉંચ કરવા પર ફોકસ કરી રહી છે. આ સિવાય કંપની ત્રણ નવા પ્લેટફોર્મ પર કાર્યરત છે, જે નવા મોડલ્સના પ્લેટફોર્મને રિપ્લેસ કરશે. રોયલ એનફિલ્ડે હાલમાં જ નવા બે બાઈક, થંડરબર્ડ 350 X અને થંડરબર્ડ 500Xને લૉંચ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ યુવાઓની મનપસંદ બાઈક રોયલ એનફીલ્ડ ભારતમાં ધૂમ મચાવી રહી છે. હાલમાં તમામ કંપનીઓ ઇલેક્ટ્રિક મોડલ બનાવવા પર ભાર મૂકી રહી છે. જ્યારે રોયલ એનફીલ્ડ પણ ભારતમાં ઇલેક્ટ્રિક બાઈક્સ લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર રોયલ એનફિલ્ડ ભવિષ્યમાં ઈલેક્ટ્રોનીક બુલેટ લાવશે. જો કે બજારમાં ઈ-બુલેટ ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, રોયલ એનફિલ્ડના પ્રેસિડેંટ રુદ્રતેજ સિંહે પણ ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર આવવા અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે તેઓ ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાંનો એક ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો પણ છે. આ પ્રોજેક્ટ પર કંપનીના ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. થોડા સમય બાદ આ અંગે જાહેરાત કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -