Royal Marriage: ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં કયા VVIP ગેસ્ટ આવશે, આ રહ્યું લિસ્ટ
આ શાહી લગ્નમાં ગ્લોબલ બિઝનેસ, પોલિટિક્સ, બોલીવુડ અને હોલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થશે. મુકેશ-નીતા અંબાણી, અનિલ-ટીના અંબાણી, કોકિલાબેન, અનંત અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અજય-સ્વાતિ પિરામલ, નંદિની પિરામલ શુક્રવારે જ ઉદયપુર પહોંચી ચુક્યા છે. અનિલ અંબાણી ઉદયપુર પહોંચ્યા બાદ તરત જ માતા કોકિલાબેન અને પત્ની ટીના સાથે નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન માટે ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદેપુરના સિટી પેલેસમાં ઈશા અંબાણીના પ્રી વેડિંગની થઈ રહેલી તૈયારી.
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ લંડનથી આજે સાંજે 5.30 કલાકની આસપાસ ચાર્ટર પ્લેન દ્વારા આવી પહોંચશે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ઉદયપુરમાં જ છે અને બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને કરન જોહર આજે સાંજે આવશે. તાજેતરમાં જ નિક જોનાસ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી પ્રિયંકા ચોપરા પરફોર્મ કરશે.
VVIP લિસ્ટમાં હિલેરી ક્લિન્ટર, જ્હોન કેરી, ટેલર સ્વિફ્ટ, અમિતાભ બચ્ચનના નામ પણ છે. આ ઉપરાંત એઆર રેહમાન અને અર્જિત સિંહ ઇવેન્ટમાં પરફોર્મ કરશે.
ઉદયપુરઃ દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. આ ફંક્શન દરમિયાન અનેક વીવીઆઈપી મહેમાનો આવે તેવી શક્યતા છે. હાલ ફંક્શનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -