✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મફતમાં મળી રહ્યું છે પાંચ લિટર પેટ્રોલ! જાણો કેવી રીતે મેળવશો ઓફરનો લાભ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 07:15 AM (IST)
1

આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે. BHIM એપના માધ્યમથી ચુકવણી કરીને જે નંબર મળે તેને મોબાઇલ નંબર 9222222084 પર મોકલવાનો રહેશે. આ માટે તમારે એસએમએસનો જે નોર્મલ ચાર્જ હશે તે આપવો પડશે.

2

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે તમે માત્ર 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદીને 5 લિટર પેટ્રોલ ફ્રીમાં મેળવી શકો છો. સરકારી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલની સાથે મળીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં પોતાની આ ઓફરની તારીખને આગળ વધારી છે. બેંક અને કંપનીનો ઉદ્દેશ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે.

3

એસએમએસ કર્યા બાદ જો તમારો નંબર લાગ્યો તો તમને પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળશે. આ અંગેની જાણકારી તમને એસએમએસના માધ્યમથી જ થશે. આ અંગે વધારે માહિતી એસબીઆઈની વેબસાઈટ પર મેળવી શકશો. એસબીઆઈની આ ઓફર 15મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે બંધ થઈ જશે. એક મોબાઇલ નંબર પરથી વધારેમાં વધારે બે વખત આ ઓફરનો લાભ મેળવી શકાય છે.

4

બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પરથી BHIM એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળી શકે છે. જાણો આ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકશો.

  • હોમ
  • બિઝનેસ
  • મફતમાં મળી રહ્યું છે પાંચ લિટર પેટ્રોલ! જાણો કેવી રીતે મેળવશો ઓફરનો લાભ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.