5 હજાર અને 10 હજારની નોટને લઈને સરકારો કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
નોટના પ્રકાશન ઉપર ખર્ચને ઘટાડવાના હેતુસર રૂપિયા પાંચ હજાર અને દસ હજારની નોટ રજુ કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે આ મુજબની માહિતી આપી હતી. સરકારે હાલમાંજ રૂપિયા ૨૦૦૦ની નવી નોટ જારી કરી હતી. સાથે સાથે ૫૦૦ રૂપિયાની નવી નોટ પણ જારી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે સરકાર રૂપિયા પાંચ હજાર અને દસ હજારની નોટ જારી કરવાને લઈને કોઈ યોજના ધરાવતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નાણાંકીય કટોકટી અને રોકડની તકલીફને દુર ક રવા માટે તમામ પગલાં લેવામાં આવશે.
આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે સરક્યુલેશનમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવામાં આવ્યા બાદથી દેશભરમાં ભારે ચર્ચા જોવા મળી હતી. આખરે સ્થિતિમાં હવે સુધારો થઈ ચુક્યો છે. લોકોની પરેશાની દુર થઈ ચુકી છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવામાં આવ્યા બાદ કરન્સીમાં રહેલી ૮૬ ટકા નોટ રદ કરી દેવામાં આવી હતી. આર્થિક બાબતોના સેક્રેટરી શક્તિકાંત દાસે કહ્યું તું કે સરકાર એક હજાર રૂપિયાની નોટ રજુ કરવાની કોઈ યોજના ધરાવતી નથી. હાલમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી.
સરકારે કહ્યું કે, રૂપિયા પાંચ હજાર અને રૂપિયા દસ હજારની બેંક નોટ જારી કરવાની કોઈ યોજના નથી. સમગ્ર મામલા પર રિઝર્વ બેંક સાથે ચર્ચા કરવામાં આવી છે. છેલ્લે એવા તારણ ઉપર અમે પહોંચ્યા છીએ કે રૂપિયા પાંચ હજાર અને રૂપિયા દસ હજારની નોટ જારી કરવાની બાબત કોઈપણ રીતે યોગ્ય રહેશે નહીં.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરી. પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી. ત્યાર બાદ સમાચાર આવવા લાગ્યા કે ટૂંકમાં જ 5 હજાર અને 10 હજાર રૂપિયાની નોટ જારી કરી શકે છે. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છેકે, 5000 અને 10,000ની નોટ જારી કરવામાં નહીં આવે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કોઈ નોટ લાવવાની યોજના નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -