1 એપ્રિલથી બદલાઈ જશે ઇનકમ ટેક્સના આ નિયમ, જાણો ક્યાં બચત થશે અને ક્યાં નુકસાન...
નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે નાણાંકીય બીલ પસાર થવાની સાથે જ નાણાંકીય વર્ષ 2017-18ની બજેટ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નાણાંકીય બીલ એક મની બિલ હતું, માટે તેને માત્ર લોકસભામાં જ પસાર કરાવવું જરૂરી હતું. આવકવેરાના નિયમોમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો આગામી 1 એપ્રિલથી લાગુ થશે. તેમાંથી કેટલાક સામાન્ય જનતાને ફાયદો કરાવશે જ્યારે કેટલાક નિરાશ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં બુધવારે નાણાં વિધેયક 2017 પસાર કરીને આવકવેરા નિયમોમાં ફેરફારને મંજૂરી અપાઈ હતી. તે અનુસાર એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ લેવડદેવડ ગેરકાયદે ગણાશે. સરકારે પહેલાં મર્યાદા3 લાખ રૂપિયા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે હવે 2 લાખ કર્યા છે.
અન્ય એક મહત્વના ફેરફાર મુજબ 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય તેવા લોકોને 10 ટકાના બદલે 5 ટકા ટેક્સ લાગશે. જેથી 12,500 રૂપિયાની બચત થશે. બીજી તરફ એક કરોડથી વધુ આવક હોય તેવા કરદાતાઓને સ્લેબમાં (સરચાર્જ અને સેસ સહિત) કુલ 14,806 રૂપિયા સુધીની બચત થશે.
કોઇપ્રોપર્ટીને લોન્ગટર્મ ગેઈન તરીકે સ્વીકારવાનો સમય 3થી ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે કે 2 વર્ષ કરતાં વધારે સમય સુધી પ્રોપર્ટી રાખવા પર 20%ના ઓછા દરથી ટેક્સ લાગશે. 50 લાખથી 1 કરોડ રૂપિયાની આવક પર કુલ ટેક્સ પર 10 ટકા સરચાર્જ લાગશે. ત્યાં 1 કરોડથી વધારે આવક પર પહેલાની જેમ 15% સરચાર્જ.
રાજીવગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમ અંતર્ગત પહેલી વખત રોકાણ કરનાર માટે રાહત 2017-18 માંથી રદ કરવામાં આવશે. જોકે 1 એપ્રિલ 2017થી પહેલાં ક્લેમ કરનારને 2 વર્ષ સુધી છૂટ મળશે. 50 લાખ કરતાં વધારે આવકની જાણ થતાં આવકવેરા અધિકારી તેના છેલ્લાં 10 વર્ષના ટેક્સ રેકોર્ડ ચકાસી શકશે. અત્યારે સમય વર્ષ સુધીનો છે.
3.5 લાખ રૂપિયાની આવકવાળા માટે ટેક્સની રાહત 5000 ઘટાડીને 2500 રૂપિયા કરાઇ છે. ફેરફારથી લોકોને 15,150ની જગ્યાએ 2,575 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. 5 લાખ સુધીની આવક વાળા કરદાતાઓને હવે એક પેજનું રિટર્ન ફોર્મ ભરવું પડશે. લોકો શ્રેણી અંતર્ગત પહેલી વખત રિટર્ન ભરશે. તે સ્ક્રૂટના ક્ષેત્રમાંનહીં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -