આજ રાતથી બંધ થઈ જશે 50 અને 100 રૂપિયાની નોટ, આ વાયરલ મેસેજની હકીકત જાણો
નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.
જોકે આ પ્રાકરના મેસેજ પહેલા પણ વાયરલ થયા હતા ત્યારે સરકારે ટ્વિટરના માધ્યમથી તેને નકારી કાઢ્યા હતા અને કહ્યું તું કે સરકારની 50 અને 100 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે રાતે 12 વાગ્યાથી 50 અને 100ની તમામ નોટ બંધ કરી દેવામાં આવશે. જે નોટ બંધ થઈ રહી છે તેને તમારા જ એકાઉન્ટમાં 21 ઓક્ટોબર 2017 સુધી બદલી શકાશે. આ સાથે સંકળાયેલા બીજા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે RBIને 50-100 રૂપિયાની જૂની નોટો આજે મધરાતથી ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. 8 નવેમ્બરે થયેલી નોટબંધીની સફળતા બાદ સરકારે આ પગલું ભર્યું છે. લોકો 21 ઓક્ટોબર સુધી આ નોટો બદલાવી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -