ડોલર સામે રૂપિયો 72ને પાર, અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ
વિદેશી વિનિમય બજારમાં બુધવારે રૂપિયો સતત છઠ્ઠા દિવસે નબળો પડ્યો હતો. રૂપિયો 17 પૈસા તૂટીને 71.75 પ્રતિ ડૉલર અત્યાર સુધીના સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા છ અઠવાડિયામાં રૂપિયો 165 પૈસા તુટ્યો છે.
રૂપિયો નબળો પડવાને કારણે ક્રૂડ ઓઇલમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. રૂપિયો આટલો ગગડ્યો તે ભારતીય અર્થવ્યવસ્થા માટે ચીંતાજનક છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે રૂપિયો ગગડી રહ્યો છે તેની પાછળ વૈશ્વીક કારણો જવાબદાર છે. બીજી મુદ્રાઓની તુલનામાં રૂપિયાની સ્થિતિ સારી છે.
નવી દિલ્હીઃ રૂપિઆએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. ગુરુવારે ડોલરની સામે રૂપિયો 72ને પાર નીકળી ગયો છે. આ રૂપિયાની અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી છે. આ પહેલા રૂપિયાએ 71ને પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. રૂપિયો નબળો પડવાથી ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત વિદેશમાંથી અનેક વસ્તુની આયાત કરે છે. નબળો રૂપિયો પડવાથી આયાત કરવામાં આવતી વસ્તુઓની કિંમત મોંઘી થઈ શકે છે.
ડૉલર સામે રૂપિયો 72.10 પ્રતિ ડૉલરના સ્તરે પહોંચ્યો છે જેની અસર ક્રૂડની આયાત પર અસર થશે. આયાતકોને ઓઇલની કિંમત ડોલરમાં ચૂકવવાની થાય છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડિઝલના ભાવ પર પડશે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ બહારથી મંગાવે છે. એવામાં ડોલર સામે રૂપિયો નબળો પડતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થશે જેના કારણે તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી શકે છે.