પગારદાર કરદાતાઓએ હવે TDS કપાતની જાણકારી માટે રાહ નહીં જોવી પડે, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ દેશભરમાં અંદાજે અઢી કરોડ પગારદાર ટેક્સ પેયરને તેના ત્રિમાસિક ટીડીએસ કપાત વિશે આવકવેરા વિભાગ તરફથી એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાના લોન્ચિંગ પર માહિતી આપવામાં આવી છે કે જ્યારે TDS દ્વારા પૈસા કપાય બાદ આવકવેરા વિભાગ દ્વારા પાસ કર્યા બાદ કર્મચારીને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે. હાલ આ સુવિધાનો લાભ અઠિ કરોડ પગારદારોને પ્રાપ્ત થશે તેમને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યાં છે. જેમાં પગારમાંથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય, પંરતુ વિભાગ પાસે જમા ન થયો હોય. આ સુવિધાથી આ તમામ સમસ્યાનો અંત આવી જશે. ફ્રોડથી બચાવામાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમથી કર્મચારીને ખ્યાલ આવી જશે કે પગારમાંથી કટ થયેલો આવકવેરો વિભાગ પાસે જમા થયો છે કે નહીં.
મળતી માહિતી મુજબ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલીક કંપનીઓ આવકવેરાની રકમ કટ કરી લે છે. આ વાતની જાણ કર્મચારીને ત્યારે થાય છે જ્યારે તે ફોર્મ 16 લઇને વિતેલા વર્ષનું ટેક્સ રિટર્ન દાખલ કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી કરદાતા અને આવકવેરા વિભાગની વચ્ચે વિશ્વાસનીયતા વધારે મજબુત થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -