મહાસેલમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલે 9,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું: અહેવાલ
પેટીએમ મોલે પણ ચાર દિવસમાં મહાબચતમાં દિગ્ગજ કંપનીઓ સાથે સ્પર્ધા કરી છે. તેણે કહ્યુ છે કે તેનુ વેચાણ ગયા વખત કરતા ૧ર ગણુ વધ્યુ છે. ઇલેકટ્રોનીકસ, સ્માર્ટ ફોન પર સૌથી વધુ ભારણ રહ્યુ. ફ્લિપકાર્ટે પહેલા ર૦ કલાકમાં ૧૩ લાખ સ્માર્ટ ફોન વેચ્યાનો દાવો કર્યો છે. તેણે ગયા વર્ષે ૧પ કરોડ પ૦ લાખ પ્રોડકટ વેચી હતી. એમેઝોને સ્માર્ટ ફોનના વેચાણથી બે ગણી કમાણી કરી હોવાનુ કહેવાય છે. વોશીંગ મશીન-ટીવીથી તેની કમાણી ૩.૭ ગણી વધી છે. કંપનીએ ર૦૧૬માં ૧.પ કરોડ પ્રોડકટ વેચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજાર વિશ્લેષકોનું કહેવુ છે કે, ઇ-કોમર્સ કંપનીઓના વધતા સેલથી રિટેઇલ ઓનલાઇન બજારને મોટુ પ્રોત્સાહન મળશે કે જે છેલ્લા કેટલાક સમયથી સ્થિર થઈ ગયું હતું. રેડશીયરનો દાવો છે કે પાંચ દિવસમાં ઇ-કોમર્સ વેપારમાં એકલા પ૮ ટકા ફ્લિપકાર્ટના ખાતામાં ગયા છે. જો કે તેણે કુલ વેપાર કે કુલ ઉત્પાદકના વેચાણના આંકડા જાહેર કર્યા નથી. એમેઝોનનો હિસ્સો ર૬ ટકા રહ્યો છે. જયારે બાકીની કંપનીઓનો વેપાર ૧૬ ટકા રહ્યો છે.
ગયા વર્ષે દિવાળી અને દશેરા પહેલાના પાંચ દિવસના મહાસેલમાં કંપનીઓએ લગભગ ૬૦૦૦ કરોડનો બીઝનેસ કર્યો હતો. રેડશીયરના પ્રારંભિક રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટનો કુલ બીઝનેસ એમેઝોન કરતાં બમણો હોઇ શકે છે.
નવી દિલ્હીઃ 24 સપ્ટેમ્બરે ખતમ થયેલ ઈ-કોમર્સ કંપનીઓના મહાસેલમાં વિતેલા વર્ષની તુલનામાં 40 ટકા વધારે વેચાણ નોંધાયું છે. રિસર્ચ કંપની રેડસીર કન્સલન્ટિંગે એક અહેવાલ જારી કરી મહાસેલ દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓના સેલ વિશે જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે 24 સપ્ટેમ્બરે ખતમ થયેલ મહાસેલ સીઝન દરમિયાન દેશની ઈ-કોમર્સ કંપનીઓએ અંદાજે 9,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -