Reliance Jioના મામલે TRAIએ એરટેલ, વોડાફોન અને આઈડિયા પર લગાવેલ દંડને યોગ્ય ગણાવ્યો
ટેલિકોમ વિભાગે ફેબ્રુઆરીમાં TRAIને અનેક મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. TRAIને એ વાત જણાવવા કહેવામાં આવ્યું હતું કે, ક્યા આધારે આ દંડ લગાવવામાં આવ્યો છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. કાયદાની કઈ જોગવાઈ પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, ટેલીકોમ ઓપરેટર લાઈસન્સની શરતો સાથે બંધાયેલ છે અને તેમના માટે સેવાઓની ગુણવત્તા જાળવી રાખવી જરૂરી છે. એવામાં કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન લાઈસન્સના નિયમો અને શરતોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. TRAIએ કહ્યું કે લાઈસન્સના નિયમો અને શરતોનું પાલન નહીં કરવા પર લાઈન્સ પરત લઈ ખેંચી શકાય છે. જોકે પ્રાધિકરણે ઉપભોક્તાઓને અસુવિધાથી બચાવવા માટે આ પ્રકારનું પગલું ન લેતા જનહિતમાં પ્રતિ સર્કલ 50 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ભલામણ કરી.
ટેલિકોમ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોના ક્રમમાં જવાબ આપતા ટ્રાઈએ કહ્યું કે, ત્રણેય હાલના ઓપરેટરે જાણી જોઈને રિલાયન્સ જિઓને પીઓઆઈ ઉપલબ્ધ કરાવવામાં વિલંબ કર્યો, જેનાથી નવી કંપનીને પ્રવેશમાં મુશ્કેલી ઉભી કરી શકાય. તેનાથી ઉપભોક્તાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)એ રિલાયન્સ જિઓના ફોન કોલ્સ પૂરા કરવા માટે પૂરતી સંખ્યામાં ઇન્ટરકનેક્ટ પોઈન્ટ (પીઓઆઈ) ઉપલબ્ધ ન કરાવવાના મામલે એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર વિરૂદ્ધ 3050 કરોડ રૂપિયાના દંડનો મજબૂતી સાથે બચાવ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -