વોડાફોને લોન્ચ કર્યા બે નવા પ્લાન, પ્રતિ દિવસ 19 રૂપિયામાં મળશે 4G ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા
89 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને વોડાફોન નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ, 100 મિનિટ અન્ય નેટવર્ક પર કોલિંગ અને 250 એમબી 4જી ડેટા આપવામાં આવશે. વોડાફોનના ડાયરેક્ટર-કોમર્શિયલ સંદીપ કટારિયાએ આશા વ્યક્ત કરી છે કે, કંપનીના નવા પ્લાન પ્રીપેઈડ ગ્રાહકોને આકર્ષિત કરવામાં સફળ રહેશે.
19 રૂપિયાવાળા સુપરડે પ્લાનની વેલિડિટી એક દિવસની રહેશે. વોડાફોન સુપરવીકની કિંમત 49 રૂપિયા છે અને તેની વેલિડિટી 7 દિવસનીરહેશે. જ્યારે વોડાફોન સુપરવીક પ્લાનમાં 89 રૂપિયાનાં રિચાર્જ પર ગ્રાહકને અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 100 મિનિટ વધારાની મળશે.
જ્યારે વોડાફોન સુપરવીક પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 49 રૂપિયામાં વોડાફોન નેટવર્ક પર અનલિમિટેડ લોક અને એસટીડી કોલિંગની સાથે 250 એમબી 4જી ડેટા આપવામાં આવશે.
નવી દિલ્હીઃ વોડાફોન ઇન્ડિયાએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે અનેક નવા પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ 4જી હેન્ડસેટનો ઉપયોગ કરનાર પ્રીપેઈડ ગ્રાહકો માટે બે એકીકૃત પ્લાન રજૂ કર્યા છે. જેની કિંમત 19 રૂપિયા પ્રતિ દિવસથી લઈને 89 રૂપિયા પ્રતિ સપ્તાહ છે. તેમાં 4જી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ સામેલ છે.
આ પ્લાન છે વોડાફોન સુપરેડ અને વોડાફોન સુપરવીક. વોડાફોન સુપરડે પ્લાનમાં પ્રતિ દિવસ 19 રૂપિયામાં ગ્રાહકોને વોડાફોનથી વોડાફોન નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સાથે 100 એમબી 4જી ડેટા મળશે.