✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

iPhone Xના વેચાણથી અબજોની કમાણી કરશે સેમસંગ, Galaxy S8 કરતાં પણ વધુ નફો કમાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 07:26 AM (IST)
1

સેમસંગને આશા છે કે 2019 સુધી તે ગેલેક્સી S8ના 5 કરોડ હેન્ડસેટ વેચશે. આ હિસાબે સેમસંગ 10.1 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 1000 કરોડ ડોલર કમાશે. આ દરમિયાન iPhone Xથી સેમસંગ 14.3 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 14 હજાર કરોડ રુપિયાથી વધારે પ્રોફિટ પોતાના નામે કરશે.

2

iPhone X એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. ભારતમાં તેની કિંમત એક લાખથી પણ વધારે છે. કંપનીને આશા છે કે તે 2019 સુધીમાં 13 કરોડ iPhone X વેચશે. ધ વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ પ્રમાણે, iPhone Xની કમાણીનો 10 ટકા ભાગ સેમસંગના ખાતામાં જશે. જો ગણતરી સાચી પડશે તો સેમસંગને પોતાની પ્રોડક્ટ ગેલેક્સી S8 કરતાં વધારે કમાણી આઈફોનથી થશે.

3

તમે વિચારતા હશો કે એપલ પોતાની કમાણીનો આટલો મોટો ભાગ સેમસંગને કેમ આપે? તમને જણાવી દઈએ કે સેમસંગ તે કંપની છે NAND ફ્લેશ, DRAM ચિપ અને OLED ટેક્નોલોજી એપલને પુરી પાડે છે. અને OLED સ્ક્રીન iPhone Xના ખાસ ફીચર્સમાંથી એક છે.

4

પરંતુ એપલ ઉપરાંત એક અન્ય કંપની છે જે આઈફોન એક્સના બમ્પર વેચાણની દુઆ માગી રહી છે. તે કંપની અન્ય કોઈ નહીં પરંતુ એપલની સૌથી મોટી દુશ્મન કંપની સેમસંગ છે. અમેરિકામાં આઈફોન એક્સની કિંમત 999 ડોલર (65445 રૂપિયા) છે અને તેમાંથી સેમસંગને 110 ડોલર (7206.13) મળશે.

5

નવી દિલ્હીઃ થોડા જ દિવસમાં વિશ્વભરમાં iPhoneનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને લેટેસ્ટ ફોન iPhone એક્સનું વેચાણ શરૂ થવાનું છે. જોકે એપલે પોતાના લેટેસ્ટ વર્ઝનની સફળતાનો દાવો કરવાની સાથે જ એ પણ કહી રહી છે કે લોકોને જે પ્રકારની ટેક્નોલોજી મળશે એ પ્રમાણે તેની કિંમત બિલકુલ યોગ્ય છે.

  • હોમ
  • બિઝનેસ
  • iPhone Xના વેચાણથી અબજોની કમાણી કરશે સેમસંગ, Galaxy S8 કરતાં પણ વધુ નફો કમાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.