ઈ-ટિકિટ પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહીં લે રેલવે
ગત નાણાકીય વર્ષમાં આઈઆરસીટીસીને 1500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાંથી 540 કરોડ રૂપિયા ટિકિટ બુકિંગમાંથી આવ્યા હતા. 23 નવેમ્બર, 2016થી લઈને 28 જાન્યુઆરી, 2017 સુધી રેલવેએ સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સના સ્વરૂપમાં ટિકિટ બુકિંગ પર મુસાફરો પાસેથી 184 કરોડ રૂપિયા લીધા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈઆરસીટીસીની સાઈટ પર ટ્રેનોની ટિકિટ બુક કરાવવા પર સામાન્ય રીતે સર્વિસ ચાર્જ 20થી 40 રૂપિયા વચ્ચે લાગે છે. આઈઆરસીટીસીને આપવામાં આવેલા નિર્દેશમાં રેલવે બોર્ડે સુવિધાને આવતા વર્ષે માર્ચ સુધી વધારવા કહ્યું છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, આઈઆરસીટીસીની 33 ટકા રેવન્યુ ઓનલાઇન બુકિંગ્સ પર મળેલા સર્વિસ ચાર્જથી આવે છે.
નવી દિલ્હીઃ સરકારે રેલ પ્રવાસીઓ માટે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. રેલવે પ્રવાસીઓએ હવે ઓનલાઈન ઈ-ટિકિટ બુક કરાવવા પર માર્ચ 2018 સુધી કોઈ સર્વિસ ચાર્જ નહીં ચૂકવવો પડે. ઉલ્લેખનીય છે કે, સરકારે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત બાદ ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ઈ-ટિકિટ બુક કરાવવા પર સર્વિસ ચાર્જ ખતમ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -