ડેબીટ કાર્ડ હેક મામલે SBIએ પોતાના ગ્રાહકો માટે બહાર પાડી એડવાઈઝરી, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ હાલમાં લાખો ડેબિટ-એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે અને દેશમાં લાખો ગ્રાહકોને એટીએમ પિન બદલવા માટે બેંકોએ એસએમએસ અને એલર્ટ મોકલ્યા હતા. હવે દેશ ની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને માત્ર પોતાના જ એટીએમનો એટલે કે એસબીઆઈના જ એટીએમ મશીનનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. એસબીઆઈએ પોતાના 6 લાખ કાર્ડ હેક થયા બાદ આ પગલું લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈના બંગાલ સર્કલનાં સીજીએમ પાર્થ પ્રતિમ સેનગુપ્તાએ કહ્યું કે, સાવચેતીના પગલે એસબીઆઈએ પોતાના ગ્રાહકોને માત્ર એસબીઆઈના એટીએમ મશીનનો ઉપયોગ કરવાનું કહ્યું છે. સાથે જ બેંકે જે 6 લાખ ડેબિટ કાર્ડ્સને બ્લોક કર્યા છે તેને 2 સપ્તાહની અંદર રિપ્લેસ કરવા પર કામ કરી રહ્યા છે. આ દરમિયાન હાલમાં પણ એવા ડેબિટ કાર્ડ્સને બ્લોક કરી રહ્યા છે જેમાં માલવેર અટેકને કારણે હેક થઈ રહ્યા છે.
જોકે બંગાળ સર્કલમાં હાલમાં ચાલી રહેલ તહેવારની સીઝનમાં એસબીઆઈએ 1000 કરોડ રૂપિયાની ક્રેડિટ જારી થવાની ધારણા છે. જ્યારે વિતેલા વર્ષે આ આંકડો 700 કરોડ રૂપિયાનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -