TRAIએ Airtel, Idea અને Vodafone પર લગાવ્યો 3050નો દંડ, જાણો શું છે કારણ
ટ્રાઈનું કહેવું છે કે, લાઈસન્સ રદ્દ કરવાનો નિર્ણય ગ્રાહકોના હિતમાં નથી હતો, માટે દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્ટરકનેક્શન પોઈન્ટ એ એવી વસ્તુ છે જેના દ્વારા એક નેટવર્કથી બીજી નેટવર્ક પર કોલ પૂરા થાય છે. જો પુરતા પ્રમાણમાં ઇન્ટરકનેક્શન પોઈન્ટ ઉપલબ્ધ ન થાય તો કોલ ડ્રોપની સમસ્યા ઉભી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ટેલીકોમ મંત્રાલયને એરટેલ, વોડાફોન અને આઈડિયા પર 3050 કરોડ રૂપિયાના દંડ લગાવાવની ભલામણ કરી છે. ટ્રાઈએ જણાવ્યું કે, ભારતી એરટેલ લિમિટેડ પર તેની પાસે રહેલ 22 સર્કલમાંથી જમ્મુ-કાશ્મીરને છોડીને બાકીના 21માં દરેક સર્કલ માટે 50-50 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ રીતે કુલ 1050 કરોડ રપિયાનો દંડ લગાવ્યો છે.
તેવી જ રીતે વોડાફોન ઇન્ડિયામાં પર પણ જમ્મુ કાશ્મીરને છોડીને અન્ય તમામ 21 સર્કલમાં 50-50 કરોડ (કુલ 1050 કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો છે. જ્યારે આઇડિયા સેલ્યુલર પર તેની પાસે રહેલ 20 સર્કલમાંથી હિમાચલ પ્રદેશને છોડીને બાકીના 19 સર્કલમાં 50-50 કરોડ રૂપિયા પ્રમાણ કુલ 950 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. હિલાયન્સ જિયોએ આતમામ કંપનીઓ વિરૂર્ધ પુરતા ઇન્ટરકનેક્શન ઉપલબ્ધ ન કરાવવાની 14 જુલાઈના રોજ ફરિયાદ કરી હતી.
દંડ લગાવવાનું કારણ આપતા ટ્રાઈનું કહેવું છે કે, ટ્રાઈના નિર્દેશાનુસાર આ મામલે ત્રણેય ટેલીકોમ કંપનીઓને 19 જુલાઈના રોજ પત્ર લખીને મામલે સમાધાન લાવવા કહ્યું હતું. જિયો દ્વારા વારંવાર ફરિયાદ કર્યા બાદ તપાસમાં ટ્રાઈને જાણવા મળ્યું કે, ત્રણેય આરોપી કંપનીઓએ તેના નિર્દેશનું પાલન કર્યું નથી. માટે જ તેમના પર દંડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જણાવીએ કે જિયોના આ આરોપોને એરટેલે અને અન્ય ટેલીકોમ કંપનીઓએ હંમેશા નકારી કાઢ્યા છે. જોકે ટ્રાઈ તરફથી આ ભલામણ મંત્રાલયને કરવામાં આવી છે જેના પર છેલ્લો નિર્ણય ટેલીકોમ મંત્રાલયે કરવાનો છે. ચાલુ વર્ષે પાંચ સપ્ટેમ્બરને વાણિજ્યિક લોન્ચિંગથી મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એકમ રિલાયન્સ જિયોએ વારંવાર ત્રણેય કંપનીઓ પર પુરતા ઇન્ટરકનેકશન ઉપલબ્ધ ન કરવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેના કારણે તેના ગ્રાહકોના કરોડો કોલ રોજ ડ્રોપ થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -