SBI જલ્દી બંધ કરશે પોતાની આ 4 સર્વિસ, જાણો વિગતે
ભારતીય સ્ટેટ બેન્ક પોતાનુ મોબાઈલ વોલેટ SBI Buddy 1 નવેમ્બરથી બંધ કરવા જઈ રહ્યા છે. જોકે બેન્ક અનુસાર આ વોલેટ સેવા બંધ થઈ ચૂકી છે પરંતુ જે ગ્રાહકોના પૈસા આ વોલેટમાં પડ્યા છે તે પૈસા કેવી રીતે પાછા લઈ શકાય છે આ વિશે અત્યારે કોઈ જાણકારી નથી આપવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBIના ગ્રાહકો 1 નવેમ્બરથી ATM કાર્ડ દ્વારા 20 હજારથી વધારે પૈસા નહી ઉપાડી શકે. આ પહેલા બેન્કના ગ્રાહકોને એટીએમ દ્વારા 40 હજાર રૂપિયા નઉપાડી શકતા હતા. જો તમે તમારો મોબાઈલ નંબર બેન્ક ખાતા સાથે લિંક ના કરાવ્યો તો તમારી ઈન્ટરનેટ બેન્કિંગ સેવા અથવા ઓનલાઈન બેન્કિંગ સેવા બંધ થઈ શકે છે.
RBIના નિર્દેશ અનુસાર બેન્કોને પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ આધારિત ATM કાર્ડ બંધ કરવાના છે. આ એટીએમ કાર્ડની ક્લોનિંગ થવાની સંભાવના રહે છે. RBIના નિર્દેશોને ધ્યાનમાં રાખતા થયેલા સ્ટેટ બેન્ક 31 ડિસેમ્બરથી પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ આધારિત એટીએમ કમ ડેબિટ કાર્ડ બંધ કરવા જઈ રહ્યા છે. એવામાં જો તમારી પાસે એવુ કાર્ડ છે તો જલ્દીથી જલ્દી પોતાનુ કાર્ડ બદલી દો. SBI તરફથી ચીપવાળા કાર્ડ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: SBI બે મહિનામાં પોતાની 4 બેન્કિંગ સેવાઓને બંધ કરવા જઈ રહી છે. આ સેવાઓને બંધ કરવા SBI તરફથી જાહેરાત કરાઈ ચૂકી છે. SBI રોકડ ઉપાડ પર કેટલાક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -