GSTમાં 12% અને 18% દરની જગ્યાએ એક નવો સ્લેબ આવવાની સંભાવના
મોદીએ કહ્યું કે પરિષદ પેટ્રોલિયમ ઉત્પાદનો, વીજળી કિંમત અને સંપત્તિની સ્ટેમ્પ ડ્યૂટીને પણ જીએસટી હેઠળ લાવવાનો વિચાર કરી રહી છે. તેમણે આ વાત સ્વીકારી કે નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને કાપડ ઉદ્યોગને જીએસટી લાગૂ થયાના શરૂઆતના દિવસોમાં સૌથી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ પહેલા વેટ અંતર્ગત ટેક્ષમાં છૂટ આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતાઃ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શુક્રવારે કહ્યું કે, જીએસટી કાઉન્સિલ 12 અને 18 ટકાના દરને એક કરીને નવો સ્લેબ લાવવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું છે. જોકે તેમણે કહ્યું કે, કાઉન્સિલ દ્વારા જીએસટીના દરને વધારે તર્કસંગત બનાવવા અને તેના મર્જર કરવાના વિચાર પહેલા ટેક્સ આવકને સ્થિર કરવાની જરૂરત છે. હાલમાં 50 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. જેમાંથી કેટલીક વસ્તુઓને તેમાંથી દૂર કરી શકાય છે.
મોદીએ જીએસટીએન પ્રણાલી ધીમી થવી અને ડીલરો દ્વારા રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી થવાના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું, શરૂઆતની સમસ્યાઓ છતાં, જીએસટી નેટવર્ક સાથે જોડાયેલી સમસ્યા ઓછી થઈ રહી છે. જો નેટવર્ક ધીમું ચાલતું તો રોજના 13 લાખ રિટર્ન ભરવા શક્ય ન હોત. આ માટે આઈટી કંપની ઈન્ફોસિસ સાથે 16 ડિસેમ્બરે મીટિંગ યોજાશે. ઈન્ફોસિસે જીએસટીએન પ્લેટફોર્મ વિકસિત કર્યું છે અને તેમાં સુધારો કરી રહી છે.
ભારત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધિત કરતા સુશીલ મોદીએ કહ્યું કે, આ બધાને મહેસૂલ સ્થિર થયા બાદ લાગૂ કરી શકાય છે અને આ કરમાં વધારા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે પરિષદને 178 પ્રોડક્ટ્સ પર ટેક્ષની કિંમતો ઘટાડીને તેની સાથે જોડાયેલા 90 ટકા મુદ્દાઓનું સમાધાન કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -