ગરીબો માટે ટૂંકમાં જ ક્રેડિટ કાર્ડ રજૂ કરશે SBI Cards, જાણો કેટલી હશે લિમિટ
તેમણે કહ્યું કે, આ પગલા બાદ લેવડ દેવડ તથા સંખ્યા બન્ને પ્રમાણે કાર્ડનો ઉપયોગ વધ્યો છે. અમારી યોજના એક વર્ષમાં કાર્ડની સંખ્યામાં 9-10 લાખ વધારો કરવાની છે. પરંતુ આ ફેરફાર બાદ અમે ઓછામાં ઓછા 20થી 25 ટકા વધારાના ગ્રાહકોની આશા રાખી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારની નોટબંધીની જાહેરાત બાદ SBI Cardsના કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. કંપનીને ગ્રાહકોની સંખ્યામાં 20થી 25 ટકા વધારો થવાની ધારણા છે.
જસૂજાએ કહ્યું કે, સમસ્યા એ નથી કે આ લોકો પાસે ખર્ચ કરવા માટે રૂપિયા નથી. પરંતુ એ છે કે તેમની પાસે કાર્ડ નથી. SBI Cards તેને બે-ત્રણ મહિનામાં કાર્ડ ઉપલબ્ધ કરાવશે.
SBI Cards એન્ડ પેમેન્ટ સર્વિસીસ (SBI Cards)ના મુખ્ય કાર્યકારી વિજય જસૂજાએ કહ્યું કે, સમાજનો એવો વર્ગ જેની પાસે ક્રેડિટ કાર્ડ લેવાની ક્ષમતા નથી, પરંતુ અમારી સમજ અનુસાર આજે તમાં બેંક ખાતામાં રૂપિયા છે. એવા લોકોની જો ક્રેડિટ હિસ્ટ્રી નથી તો પણ અમે તેને સુરક્ષિત કાર્ડ આપી શકીએ છીએ. એવામાં 25,000 રૂપિયાની લિમિટનું ક્રેડિટ કાર્ડ કોઈપણ બેંક ડિપોઝિટની સિક્યોરિટીના આધારે આપી શકાય છે.
નવી દિલ્હીઃ રોકડના કકળાટને કારણે મળનારી તકનો લાભ લેવા માટે SBI Cards ટૂંકમાં જ સમાજના નબળા તબક્કાના લોકો માટે 25,000 રૂપિયાની મર્યાદા અથવા લિમિટવાળું ક્રેડિટ કાર્ડ રજૂ કરશે. કંપનીના એક ટોચના અધિકારીએ કહ્યું કે, આ પ્રકારના લોકો પાસે ચૂકવણી કરવાની ક્ષમતા તો હોય છે પરંતુ તેની પાસે કાર્ડ નથી હોતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -