ચેકથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા પર SBI વસૂલશે તગડો ચાર્જ, દંડથી બચવા કરો આ કામ
ઓનલાઇનઃ એનઇએફટી, પેમેન્ટ પે ઓનલાઇન, વીઝા ક્રેડિટ કાર્ડ પે, ઓનલાઇન એસબીઆઇ, એસબીઆઇ મોબાઇલ બેન્ક, ઇલેક્ટ્રોનિક બિલ પેમેન્ટ, નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ, એસબીઆઇ ઓટો ડેબિટ, ડેબિટ કાર્ડ અને મોબાઇલ એપ દ્ધારા ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે. ચેકઃ કોઇ પણ એસબીઆઇ કે બેન્ક કે એટીએમના ડ્રોપ બોક્સમાં તમે એસબીઆઇ કાર્ડ પેમેન્ટનો ચેક નાંખી શકો છો. ચેક ડ્રોપ બોક્સમાં કસ્ટમરની પાસે બે ઓપ્શન, ઇલેક્ટ્રોનિક ડ્રોપ બોક્સ અને ડ્રોપ બોક્સ છે. કેશઃ એસબીઆઇ કાર્ડ જો કેશ પેમેન્ટ કરવાનું હોય તો કસ્ટમરને એસબીઆઇની બ્રાન્ચમાં જઇને કરવાનું હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઇ ક્રેડિટ કાર્ડના મોટાભાગના કસ્ટમર ચેક ઉપરાંત બીજા સાધનોથી કાર્ડનું પેમેન્ટ કરે છે. જે કસ્ટમર્સની પાસે એસબીઆઇ ક્રેડિટ કાર્ડની સાથે એસબીઆઇ એકાઉન્ટ પણ છે. તેમના ચેકને ક્લીયર કરવા માટે મોકલવામાં નથી આવતા અને ઇન્ટ્રા બેન્ક ટ્રાન્સફરથી પેમેન્ટ થઇ જાય છે. પરંતુ જે ચેક એસબીઆઇના નથી તેમની પર ફીસ લાગે છે. ભલે જ તે બ્રાન્ચમાં કાઉન્ટર પર જ કેમ જમા ન થયા હોય. આગળની સ્લાઈડ્સમાં વાંચો ત્રણ રીતે કરી શકો છો પેમેન્ટ.
એસબીઆઇ ક્રેડિટ કાર્ડનું કહેવું છે કે ઘણાં લોકો ડ્રોપ બોક્સમાં મોડેથી ચેક નાંખે છે અને પછી લેટ પેમેન્ટ ચાર્જને લઇને વિવાદ થાય છે. શકય છે કે દર મહિને ચેક કલેક્ટ કરવામાં બેન્કથી ભુલ થઇ રહી છે. આ પ્રકારના વિવાદ ન થાય એટલા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે. Sbi card એક ફાઇનાન્સ કંપની તરીકે રજિસ્ટર્ડ છે. આ એસબીઆઇ બેન્કનો હિસ્સો નથી. આ કારણે તેમને ચેકને લઇને કલેક્ટ કરવા અને ક્લિયર કરાવવા માટે રૂપિયા ચૂકવવા પડે છે.
નવી દિલ્હીઃ જો તમારું પણ ક્રેડિટ કાર્ડનું બિલ પેન્ડિંગ છે અને તમે ચેકથી કાર્ડનું પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તો થોડી રાહ જુઓ. કારણ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એકમ SBI કાર્ડે તેના કસ્ટમર્સને મોકલેલી જાણકારીમાં જણાવાયું છે કે 2000 રૂપિયાથી ઓછી રકમનું પેમેન્ટ ચેક ડ્રોપ બોક્સ દ્ધારા કરવાથી 100 રૂપિયાની એડિશનલ ફી આપવી પડશે. આ નિર્ણયની અસર એસબીઆઇ કાર્ડના 40 લાખથી વધુ કસ્ટમર્સ પર પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -