હોમ લોન ગ્રાહકો માટે ખુશખબર, SBIએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
અગાઉ એસબીઆઈના હોમ લોનના દર ૮.૬૦ ટકા હતા. બેન્કે જે મહિલાઓ પગારદાર નથી તેઓ માટે લોન દરમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે જે પુરષો પગારદાર નથી તેઓ માટે ૦.૧૫ ટકાનો ઘટાડો રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓફર 9 મેથી નવા ગ્રાહકો માટે છે. તેમાં પણ કેટલીક શરતો છે. નોકરિયાત મહિલાઓ માટે વ્યાજ 0.25% અને નોકરી ન કરતી મહિલાઓ માટે 0.20% ઘટ્યું છે. તે જ રીતે નોકરિયાત પુરુષોને લોન 0.20% અને નોકરી ન કરતા પુરુષોને 0.15% સસ્તી મળશે. પુરુષો માટે આ ઓફર 31 જુલાઇ સુધી છે. એસબીઆઇના એમડી રજનીશકુમારે કહ્યું કે આ વ્યાજદરો ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછા છે.
બેન્કે 30 લાખ રૂ.થી વધુ રકમની હોમલોન પર વ્યાજ 0.10% ઘટાડ્યું છે, જે હવે 8.5% થઇ ગયું છે. 50 લાખ રૂ.ની હોમલોન પર EMIમાં 317 રૂ. અને એક કરોડ રૂપિયાની હોમ લોન પર 634 રૂપિયાની બચત થશે.
HDFC અને ICICI બેન્ક 75 લાખ રૂ. સુધીની હોમલોન મહિલાઓને 8.65% અને પુરુષોને 8.70%ના વ્યાજ દરે આપે છે. એસબીઆઇની કુલ હોમલોન 2.23 લાખ કરોડ રૂ.ની છે. હોમલોન માર્કેટનો 25-26% હિસ્સો તેની પાસે છે. જોકે, નવી ઓફરથી હિસ્સેદારી પર ઝાઝો ફરક નહીં પડે, કેમ કે હજુ પણ બેન્કની 45% હોમલોન રૂપિયા 30 લાખના દાયરામાં છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોનના વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૮.૩૫ ટકા કરતાં માર્કેટમાં બેન્કના દર સૌથી સસ્તા થયા છે. બેન્કે પગારદાર મહિલાઓ માટે રૂપિયા ૩૦ લાખ સુધીની લોન માટેના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં 8.35 ટકા થયા છે, જ્યારે પગારદાર પુરુષો માટે ૦.૨૦ ટકા ઘટાડતાં ૮.૪૦ ટકા રહેશે. પગારદાર સ્ત્રી અને પુરુષ માટે આ ઓફર ૩૧ જુલાઈ સુધી જ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -