SBI સહિત દેશની ત્રણ અગ્રણી બેંકે વ્યાજ દરમાં કર્યો જંગી ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો
બેન્કમાંથીનાણાં ઉપાડવાની મર્યાદા પૂરી નથી કરી પરંતુ એટીએમના ઉપયોગની મર્યાદા પૂરી કરી નાખી છે. જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલેન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનિયન બેંકે એક વર્ષનો MCLR 8.65% કર્યો છે પણ ફાયદો નવી લોન પર છે, કેમ કે MCLR વાર્ષિક ધોરણે રિવાઇઝ થાય છે.
પીએનબીએ પોતાના લેન્ડિગં રેટમાં 0.70 ટકાનો ઘટાડો કર્યો છે. પીએનબીએ એક વર્ષનો MCLR 8.45% કર્યો છે. 3 અને 5 વર્ષની લોનના વ્યાજદર અનુક્રમે 8.60% અને 8.75% કર્યા છે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ રવિવારે પોતાના લેન્ડિંગ રેટમાં 0.9 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. એસબીઆઇની એક વર્ષની લોન માટે વ્યાજ દર (MCLR) 8% થઇ ગયો છે. બે અને ત્રણ વર્ષની લોન માટે વ્યાજદર અનુક્રમે 8.10% અને 8.15% રહેશે. નવા રેટ આજથી લાગુ થશે. એસબીઆઇમાંથી જો કોઇ 20 વર્ષ માટે 20 લાખ રૂ.ની હોમ લોન લે તો ઇએમઆઇમાં મહિને 1147 રૂ. બચશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને યૂનિયન બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ જાહેરાત બાદ આવી છે જેમાં મોદીએ કહ્યું હતું કે, બેંકો ગરીબો તથા મધ્યમ વર્ગને લોનમાં પ્રાથમિકતા આપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -