નવા વર્ષથી ડિજિટલ થશે EPFO, જાણો ખાતાધારકોને કઈ સુવિધા ઓનલાઈન મળશે
નવી દિલ્હીઃ ટૂંકમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ડિજિટલ થવા જઈ રહ્યું છે. તેનાથી EPFOના 4 કરોડથી વધારે ખાતાધારકોને ફાયદો થશે. સૌથી મોટી વાત એ છે કે EPFO ડિજિટલ થયા બાદ ખાતાધારકો PF ક્લેમનોદાવો પણ ઓનલાઈન કરી શકશે. ઉપરાંત EPFO સાથે જોડાયેલ 6 લાખથી વધારે એમ્પ્લોયરને પણ કામ કરવામાં સરળથા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEPFOના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જોયે જણાવ્યું કે, સૌથી સારા સામાજિક સુરક્ષા સંગઠનની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા અમે 2017માં સુવિધાઓ ઓનલાઈન કરીશું. તેણમે વધુમાં જણાવ્યું કે, એક સેન્ટ્રલાઈઝ્ડ પ્લેટફોર્મ દ્વારા EPFOના ડેટાબેસને કોન્સોલિટેડ કરવામાં આવશે. તેના કારણએ રિયલ ટાઈમમાં રેકોર્ડ અને સભ્યોના બેલેન્સ અપડેટ થશે.
એમ્પ્લોયર માટે પ્રક્રિયામાં સરળતા થઈ જશે અને EPFO પણ વધુ સક્ષમ રીતે તમામ પ્રકારના ક્લેમ માટે ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરાવી શકશે. હાલમાં EPFOના ખાતાધારકોએ ક્લેમ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે.
EPFOના ક્લેમના સમાધાન માટે ખાતાધારકે પોતાનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ કરાવવો પડશે. તેને બેંક ખાતા, આધાર અને પાન કાર્ડ જેવા કેવાઈસી વિગતો સાથે જોડવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -