મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર SBI એ ગ્રાહકો પાસેથી ખંખેર્યા 1771 કરોડ
એસબીઆઈ બાદ પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં 97.34 કરોડ રુપિયા વસૂલ્યા ત્યાર બાદ ત્રીજા નંબરે સેન્ટ્રલ બેંકે 68.16 કરોડ રુપિયા અને કેનેરા બેંકે 62.16 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં પાંચ અને શહેરી અને બાકી વિસ્તારોમાં ત્રણ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સની જોગવાઈ છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ખાતધારકો પાસેથી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લીધો નથી.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBI એ એપ્રિલ-નવેમ્બર 2017ના ગાળામાં પોતાના અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ ખાતાધારકો પાસેથી 1771 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ રૂપિયા સ્ટેટ બેંકે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક નેટ પ્રોફિટ 1581.55 કરોડથી પણ વધારે અને અપ્રિલ-સપ્ટમ્બરેના નેટ પ્રોફિટ 3586 કરોડના અડધા છે.
એસબીઆઈમાં 42 કરોડ સેવિંગ અકાઉન્ટ છે. જેમાંથી 13 કરોડ અકાઉન્ટ સેવિંગ અકાઉન્ટ અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં આવે છે, આ બંને શ્રેણીમાં આવતા ખાતામાંથી મિનિમમ બેલેન્સન નહીં રાખવા પર કોઈ ચાર્જ વસૂલ્યો નથી.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2016-17માં એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ વસૂલ્યો નહતો. જો કે, પાંચ વર્ષ બાદ આ નાણાકિય વર્ષમાં તેના પર ફરી ચાર્જ લેવાની શરૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -