SBIના ગ્રાહકો માટે ખુશખબર, FD પર વધાર્યા વ્યાજ દર, જાણો હવે કેટલું મળશે વ્યાજ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. બેંકની એફડી પર વધારવામાં આવેલ વ્યાજ દર તાત્કાલીક અસરથી લાગુ થયો છે. વ્યાજ દરમાં વધારો 0.05થી 0.10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈએ આ નિર્ણય આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક દ્વારા એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યા બાદ લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે દેશની તમામ મુખ્ય બેન્કો એફડી પર વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. એચડીએફસી, એક્સિસ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, ઈંડસઈંડ બેન્ક વગેરે આ લીસ્ટમાં સામેલ છે.
નવા દર અનુસાર હવે એક વર્ષથી વધારે સમયગાળાની એફડી પર 6.8 ટકા વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષની એફડી પર લોકોને 6.80 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6.75 ટકા હતો. આ નિર્ણય 28 નવેમ્બર એટલે કે આજથી જ લાગુ કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -