યૂટ્યૂબ પર કમાણી મામલે 7 વર્ષનો આ બાળક છે ટોપ પર, એક વર્ષમાં 155 કરોડ રૂપિયાની કરી કમાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ફોર્બ્સે યૂટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરનારી ચેનલોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એક સાત વર્ષના બાળકનું નામ ટોચ પર છે. યૂટ્યૂબ પર‘રેયાન ટૉયસ રિવ્યુ’ ચેનલ ચાલે છે. અને આ ચેનલ સાત વર્ષનો રેયાન ચલાવી રહ્યો છે. આ બાળકે કમાણીના મામલે મોટા મોટા ધુરંધરોને પાછળ છોડી દીધા છે.
રેયાનની ચેનલ પર 1.73 કરોડ ફોલોઅર્સ છે. ચેનલ લોન્ચ થયા બાદ અત્યાર સુધી લગભગ 26 અરબ વખત તેના વીડિયો જોવાઈ ચુક્યા છે.
અમેરીકાના આ બાળકની યૂટ્યૂબ પર ‘રેયાન રિવ્યૂ’ નામની ચેનલ છે. જેમાં તે રમકડાના રિવ્યુ આપે છે. રેયાને આ ચેનલની શરૂઆત માર્ચ 2015માં કરી હતી.
રેયાનની ચેનલ પર 1.73 કરોડ ફોલોઅર્સ છે. ચેનલ લોન્ચ થયા બાદ અત્યાર સુધી લગભગ 26 અરબ વખત તેના વીડિયો જોવાઈ ચુક્યા છે.
ફોર્બ્સની યાદીમાં યૂટ્યૂબ પરથી સર્વાધિક કમાણી કરનારો સ્ટાર 2018માં આ નાનો બાળક સૌથી ઉપર છે. ગત વર્ષે (71 કરોડ રૂપિયા) કમાણી મામલે રેયાન નવમાં ક્રમે હતો.
ફોર્બ્સ રિપોર્ટ પ્રમાણે ટૉયસના રિવ્યૂ કરનાર આ બાળકે યૂટ્યૂબ ચેનલથી જૂન 2018 સુધી એક વર્ષમાં 155 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -