આ બેંકે શરૂ કરી ખાસ સુવિધા, માત્ર 15 મિનિટમાં બનાવો તમારા ફોટાવાળું ડેબિટ કાર્ડ
નવા ગ્રાહકોએ ભારતમાં એસબીઆઈમાં ખાતું ખોલાવવું પડશે, જે એસબીઆઈઈનટચ ટેપ એન્ડ ગો જારી કરી શકે છે. હાલના ગ્રાહકોએ બેન્કના આ માટે રિક્વેક્ટ કરી શકે છે. તેથી તેમના હાલના ડેબિટ કાર્ડને એસબીઆઈઈનટચ ટેપ એન્ડ ગો પર અપગ્રેડ કરી દેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈઈનટચ ટેપ એન્ડ ગો કોન્ટેક્ટલેસ ટેકનીકનો ઉપયોગ કરે છે. તેનો મતલબ આ છે કે ગ્રાહક કોઈપણ વેપારી પાસે કોન્ટેક્ટલેસ પીઓએસ મશીન જોતા જ ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરી શકે છે. આ માટે ગ્રાહકે માત્ર પીઓએસ મશીનને આગળ કાર્ડ વેવ કરવાનું રહેશે.
નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ)એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા રજૂ કરી છે. તે અંતર્ગત બેંકે પોતાની 143 શાખાઓને આધુનિક ટેકનીકથી સજ્જ કરી છે. જેના કારણે જે કામોમાં અનેક દિવસો અથવા મહિનાઓ નીકળી જતા હતા તે માત્ર મિનિટોમાં જ થઈ જશે બેન્કિંગ સેવાઓ ઉપરાંત એસબીઆઈની સહયોગી કંપનીઓ (લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ક્રેડિટ કાર્ડસ અને એસબીઆઈ કેપ સિક્યોરિટીસ) દ્વારા ઓનલાઈન ટ્રેડિંગ સંબંધીત કામ પણ કરી શકો છો. તેના માટે બેંકના કિયોસ્ક પણ લગાવવામાં આવ્યા છે. બેંકે આ શાખાઓનું નામ એસબીઆઈઇનટચ રાખવામાં આવ્યું છે.
એસબીઆઈનટચ શાખાઓમાં બચત ખાતું, ચાલું ખાતું, પીપીએફ એકાઉન્ટ વગેરે ખોલાવી શકાશે. સૌથી ખાસ ફિચર આ છે કે ડેબિટ કાર્ડ પ્રિટિંગ કિયોસ્ક દ્વારા ગ્રાહક માત્ર 15 મિનિટમાં ડેબિટ કાર્ડ પર પોતાની તસવીર લગાવી શકે છે. આ માટે તે વિશેષ બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ હોવું જરૂરી છે. બેન્કની આ શાખાઓમાં ગ્રાહક 24 કલાક ચેક જમા, પાસબુક પ્રિન્ટ અને કેશ જમા કરાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -