મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડની વાતને SBIએ ગણાવી યોગ્ય, કહ્યું- જન-ઘન ખાતા માટે જોઈએ છે રૂપિયા
મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સહશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ખાતામાં મિનિમમ બેલન્સ ન રાખવા પર એક એપ્રિલથી દંડ વસુલવાના નિર્ણયની દેશભરમાં થઈ રહેલ વિરોધની વચ્ચે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ બુધવારે આ નિર્ણયનો યોગ્ય ગણાવ્યો હતો. બેંકે કહ્યું કે, ઝીરો બેલેન્સવાળા જન ધન ખાતાના મેનેજમેન્ટના ભારને સંતુલિત કરવા માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી છે.
બેંકે એ પણ કહ્યું કે, દંડ પર પુનઃવિચાર કરવા સંબંધમાં તેને સરકાર તરફથી કોઈ ઔપચારિક મેસેજ મળ્યો નથી. બેંકે કહ્યું કે, જો આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો ફેરવિચારણા માટે તૈયાર છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દંડ જન ધન ખાતા પર લાગુ નહીં થાય.
બેંકના ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ કહ્યું કે, આજે અમારા પર ઘણો ભાર છે. અમારી પાસે 11 કરોડ જનધન ખાતા છે. આટલી મોટી સંખ્યામાં જનધન ખાતાના મેનેજમેન્ટ માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી હતા. અમે અનેક મુદ્દે વિચાર કર્યો અને સાવાધાનીપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ અમે આ નિર્ણય કર્યો છે.
વિતેલા સપ્તાહે દેશની સૌથી મોટી બેંકે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ લેવાની જાહેરાત કરી હતી. ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. એસબીઆઈ દ્વારા ઓછામાં ઓછું બેલન્સ રાખવા પર દંડ લેવાની શરૂઆત કર્યા બાદ અન્ય બેંક પણ આમ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -