SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!
એસબીઆઇમાં હાલમાં જ છ બેંકો, બીકાનેર અને જયપુર સ્ટેટ બેંક, મૈસુર સ્ટેટ બેંક, ત્રાવણકોર સ્ટેટ બેંક, પતિયાલા સ્ટેટ બેંક, હૈદરાબાદ સ્ટેટ બેંક અને ભારતીય મહિલા બેંકનું મર્જર થયુંછે. હાલ એસબીઆઇમાં ર.૦૭ લાખ કર્મચારીઓ છે અને મર્જર બાદ આ સંખ્યા ૭૦,૦૦૦ વધી ગઈ છે. હવે કુલ કર્મચારીઓની સંખ્યા ર.૭૭ લાખ થશે.
એસબીઆઇના મહાપ્રબંધક રજનીશકુમારના કહેવા મુજબ ડિજીટલીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ મર્જર બાદ અમારી પાસે માનવબળ વધુ થઇ જશે. સમય સાથે કાર્યદળ પણ ઘટાડવુ પડશે અને આવતા બે વર્ષમાં અમારા સંખ્યાબળમાં ૧૦ ટકાનો કાપ મુકવો પડશે.
બેંકે વીઆરએસની ઓફર પણ કરી છે. આ સિવાય સ્વાભાવીક છટણી પણ થશે અને દર વર્ષે અમે નોકરી છોડનાર, નિવૃત થનાર, કે વીઆરએસ લેનારની ભરપાઇ નહી કરીએ. ડિજીટલીકરણને કારણે પણ માનવબળમાં ઘટાડો કરાશે. બેંકનુ માનીએ તો બે વર્ષની અંદર આની અસર દેખાશે. એક જ જવાબદારીવાળા પદ પર એકથી વધુ કર્મચારીઓને હટાવાશે અને ફિલ્ડ કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અને સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર છે. સ્ટેટ બેંકનું કહેવું છે કે, અન્ય સહયોગી બેંકના મર્જર બાદ કંપની અંદાજે 10 ટકા કર્મચારીઓની છંટણી કરશે. આ સંખ્યા અંદાજે 27 હજારની આસપાસ થવા જાય છે.
નવા કર્મચારીઓની નિયુકિત અટકશે નહી પરંતુ તેમાં પ૦ ટકાનો ઘટાડો થશે. હવે એસબીઆઇ માત્ર વેકેન્સી કાઢશે. જો એક વર્ષમાં ૧૩૦૦૦ કર્મચારીઓ નિવૃત થતા હોય તો અમે એ અનુપાતમાં માત્ર પ૦ ટકા જ જગ્યા ભરશુ.